ઉત્તર ગુજરાતગુજરાત
બનાસકાંઠા : અંબાજીમાં ગાજવીજ સાથે એક ઇંચથી વધારે વરસાદ ખાબક્યો
- વાતાવરણમાં ઠંડક પ્રસરી, મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયાં, વાહન ચાલકોને હાલાકી
પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદી સિજન શરૂ થઈ હોય એવું દેખાઈ રહ્યું છે. રોજ ક્યાંક ને ક્યાંક મેઘો મહેરબાન થાય છે. એક તરફ કાળઝાળ ગરમીમાં લોકો વરસાદથી ગરમીમાં રાહત અનુભવે છે, તો બીજી બાજુ વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળે છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં ફરીથી વરસાદની એન્ટ્રી થઈ છે.
અંબાજી સહિત ઘાટીમાં તેમજ પાન્સા, દાંતા, રીંછડીમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે ગાજવીજ સાથે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.
અંબાજીમાં 1 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. અંબાજીના રોડ રસ્તાઓ પર પાણી જ પાણી વહી રહ્યા છે. અંબાજીમાં ગટરો ઉભરાઈ એના પાણી બજારમાં ફરતા થયા છે.હાઇવે પર કમોસમી વરસાદને લીધે વાહન ચાલકોને તકલીફ પડી રહી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસા તાલુકાનું 12 સાયન્સનું 64.12% પરિણામ