ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠાના વાતાવરણમાં પલટો : જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા

Text To Speech
  • અમીરગઢ, પાલનપુર અને ધાનેરાના વાછોલમાં પવન સાથે કમોસમી વરસાદ

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા અમીરગઢ, પાલનપુર, ધાનેરાના વાછોલ સહીતના પંથકમાં પવન સાથે ધીમા વરસાદની શરૂઆત થઈ છે. પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થતાં હવામાન વિભાગની અગાહી સાચી ઠરી છે. વરસાદ થ       તા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી વરસાદની આગાહીને લઈ જિલ્લાના કેટલાક વિસ્તારમાં ધીમી ધારે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા છે. જોકે, દિવસભરની ભારે ઉકળતા બાદ વરસાદી ઝાપટા પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી.

જેમાં અમીરગઢ, પાલનપુર, ધાનેરાના વાછોલમાં વિસ્તારમાં ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદના ઝાપટા પડતા ક્યાંક ખેડૂતોને ઉનાળુ પિયત પાણી ને લઈ ફાયદો તો ક્યાંક ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. પાલનપુરમાં કમોસમી વરસાદને લઇ આબુ – અમદાવાદ હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. ભરઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે.

બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહીને લઈ વહીવટ તંત્રએ સાવચેત રહેવા કમોસમી વરસાદની આગાહીને લઇ જિલ્લાના ડિઝાસ્ટર વિભાગે પત્ર જાહેર કર્યો હતો.

અને જિલ્લામાં કમોસમી વરસાદની અગાહી કરવામાં આવી હતી. જિલ્લાના માર્કેટયાર્ડ વિભાગ સહીત ખેડૂતોને સતર્ક રહેવા કરાઈ તાકીદ કરાઈ હતી. જોકે, બપોર બાદ ભારે પવન ફુંકાયો હતો.અને સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા આવતા જિલ્લાના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા તાલુકા પેન્શન એસોસિયેશનની 21 મા પેન્શન ડે ની કરાઈ ભવ્ય ઉજવણી

Back to top button