ગુજરાતટોપ ન્યૂઝ

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, લૂંટના ઈરાદે ત્રાટકેલા શખ્સોએ મૂળ આણંદના વતનીને ગોળી મારી

Text To Speech

અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકની હત્યા કરવામાં આવી છે. લૂંટના ઈરાદે ત્રાટકેલા શખ્સોએ ગુજરાતી યુવકને પોઇન્ટ બ્લેકથી ગોળી મારી હત્યા કરી નાખી હતી. મૂળના આણંદ સોજીત્રા ગામના રહેવાસી પ્રેયસ પટેલની હત્યા કરવામા આવતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. બીજી તરફ મૃતકના પરિવારજનો અમેરિકા જવા રવાના થયા છે.

લૂંટના ઇરાદે આવેલ અશ્વેતોએ ગુજરાતી યુવકની હત્યા કરી
પ્રાપ્ત થતી પ્રાથમિક વિગત મુજબ આણંદ જિલ્લાના મુળ સોજીત્રા ગામના વતની પ્રેયર્સ પટેલ છેલ્લાં કેટલાંય સમયથી અમેરિકામાં સ્થાયી થયા હતા. આ દરમિયાન  અમેરિકાના ન્યૂપોર્ટ ન્યૂઝ કન્વીનિયન્સ સ્ટોરમાં જ્યાં તેઓ બુધવારે રાત્રે કામ કરી રહ્યા હતા આ દરમિયાન ગેસ સ્ટેશન પર લૂંટના ઇરાદે ઘુસેલા શખ્સોએ ગોળીઓ વરસાવી હતી હતી. જે  ગોળીબારમાં બે કામદારો મોતને ભેટ્યા હતા. આ અંગે જાણ થતા કિલન ક્રીક પાર્કવેના 1400 બ્લોક પર કન્વીનિયન્સ સ્ટોર પર પોલીસ બોલાવવામાં આવી હતી. જ્યાં પોલીસની તપાસ દરમિયાન સ્ટોરની અંદર બે માણસો બંદૂકની ગોળીથી પીડાતા હતા જેને સારવાર મળે તે પહેલા જ મૃત જાહેર કરાયા હતા. પોલીસની તપાસમાં મૃતક યુવક ન્યુયોર્ક ટાઉનના પ્રેયસ પટેલ અને લોગન એડવર્ડ થોમસ હોવાનું સામે આવ્યું હતું.

મૂળ આણંદ સોજીત્રા ગામના રહેવાસી પ્રેયસ પટેલની હત્યા કરવામા આવતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે

મૃતક યુવકના પરિવારજનો અમેરિકા જવા રવાના
આ તપાસ દરમિયાન ગુરુવારે સવારે ઘટનાસ્થળે પોલીસ એક કામદારે પૂછતાં તેમણે મૃતક પ્રેયસ પટેલ સ્ટોરનો માલિક હોવાનું અને થોમસ સ્ટોરનો કર્મચારી હોવાનું જણાવ્યું હતું.આ મામલે પોલીસે સ્થાનિકોના નિવેદનો નોંધી તપાસ હાથ ધરી છે.નોંધનીય છે કે વધુ એક ગુજરાતીની અમેરિકામાં ગેસ સ્ટેશન પર પોઇન્ટ બ્લૅકથી ગોળી મારી હત્યા કરાતા વતનમાં હડકંપ મચી ગયો છે.

Back to top button