- યુવાન લેપટોપ અને પ્રીન્ટર થકી રૂપિયા 100ની નકલી નોટ બનાવતો
- 25 વર્ષીય રાહુલ રાજેશભાઈ વાળોદરા ઝડપાયો હતો
- કોર્ટે 2 દિવસના પોલીસ રીમાન્ડની મંજુરી આપી
134 નકલી નોટ સાથે પકડાયેલા શખ્સના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. જેમાં એસઓજીની ટીમે વઢવાણના રહેણાક મકાનમાંથી યુવાનને ઝડપ્યો હતો. તથા અન્ય રોકડ, મોબાઈલ, લેપટોપ, પ્રિન્ટર સહિત રૂ. 39,320ની મતા જપ્ત કરવામાં આવી છે.
કોર્ટમાં રજુ કરતા કોર્ટે 2 દિવસના પોલીસ રીમાન્ડ મંજુર કર્યા છે
યુવાન લેપટોપ અને પ્રીન્ટર થકી રૂપિયા 100ની નકલી નોટ બનાવતો
વઢવાણના જુના વાલ્મીકી વાસમાં રહેતા યુવાનનુ લેપટોપ અને પ્રીન્ટર થકી રૂપીયા 100ની નકલી નોટ બનાવતાં 39,320ના મુદ્દામાલ સાથે ઝડપાયો હતો. આ યુવાને એલસીબી ટીમે સોમવારે કોર્ટમાં રજુ કરતા કોર્ટે 2 દિવસના પોલીસ રીમાન્ડ મંજુર કર્યા છે.
25 વર્ષીય રાહુલ રાજેશભાઈ વાળોદરા ઝડપાયો
સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજા સહિતની ટીમે 134 રૂ.100ના દરની નકલી નોટ સાથે 25 વર્ષીય રાહુલ રાજેશભાઈ વાળોદરા ઝડપાયો હતો. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં તે ફરજ નામની વેબસીરીઝ જોઈને નકલી નોટ બનાવવાના રવાડે ચડયો હતો. પોલીસે તેની પાસેથી રોકડા રૂપીયા 4,320, રૂપિયા 20 હજારનું લેપટોપ, રૂપિયા 10 હજારનું પ્રીન્ટર, રૂપિયા 5 હજારનો મોબાઈલ સહીત રૂપિયા 39,320નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
કોર્ટે 2 દિવસના પોલીસ રીમાન્ડની મંજુરી આપી
સોમવારે આરોપીને કોર્ટમાં રજુ કરતાં કોર્ટે 2 દિવસના પોલીસ રીમાન્ડની મંજુરી આપી છે. આરોપીએ નકલી નોટ કયાં કયાં વટાવી છે ? કેટલા સમયથી તે આ કૃત્ય કરતો હતો તે સહીતની વિગતો બહાર આવશે.