ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ફ્રેન્ચ ફ્રાઇઝ તમને પણ ભાવે છે? હવે ખાતા પહેલા જાણી લો આ ગંભીર અસર

Text To Speech
  • ફ્રેન્ચફ્રાઇઝ આમ તો બધાને પસંદ છે, પરંતુ તેના નુકશાન ઓછા લોકો જાણે છે
  • ફ્રેન્ચફ્રાઇઝને લઇને થયેલા અભ્યાસના ચોંકાવનારા પરિણામો આવ્યા
  • મેકડોનાલ્ડ હોય કે પિત્ઝા શોપ આપણે મીલમાં ફ્રેન્ચફ્રાઇઝ ચુકતા નથી

બાળકોથી લઇને વડીલો સુધી બધાને ફ્રેન્ચ ફ્રાઇઝ પસંદ હોય છે. ટાઇમપાસ માટે અને મજા માટે આરોગવામાં આવતી ફ્રેન્ચ ફ્રાઇઝનું ચલણ વધ્યુ છે. બજારમાં પણ તે અલગ અલગ પ્રકારની ફ્લેવરમાં ઉપલબ્ધ હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી આપણા ત્યાં ફ્રેન્ચ ફ્રાઇઝ ખૂબ જ લોકપ્રિય છે. લોકો મેકડોનાલ્ડ્સથી લઇને પિત્ઝા હટ જેવી મોટી મોટી જગ્યાઓએ જઇને મીલમાં ફ્રેન્ચફ્રાઇઝ એડ કરાવવાનું બિલકુલ ભુલતા નથી.

તમે જાણો છો કે આ સ્વાદથી ભરપૂર ફ્રેન્ચફ્રાઇઝ તમે ખાઇ તો રહ્યા છો, પરંતુ તે તમારી હેલ્થ માટે ખતરનાક છે. તમારા માટે પણ એ વાત આશ્ચર્યજનક હોઇ શકે છે કે ફ્રેન્ચફ્રાઇઝના વધુ પડતા સેવનથી એન્ગઝાઇટી અને ડિપ્રેશનની સમસ્યા થાય છે. એક નવા રિસર્ચમાં એ વાત સામે આવી છે.

ફ્રેન્ચ ફ્રાઇઝ તમને પણ ભાવે છે? હવે ખાતા પહેલા જાણી લો આ ગંભીર અસર hum dekhenge news

ફ્રેન્ચફ્રાઇઝના સેવનથી  ડિપ્રેશનનો શિકાર

અભ્યાસ મુજબ શારીરિક રીતે ફ્રેન્ચફ્રાઇઝને અનહેલ્ધી માનવામાં આવે છે. તે ફેટ વધારનાર માનવામાં આવે છે, પરંતુ તે મેન્ટલ હેલ્થ પર પણ ખરાબ અસર કરે છે. જાણકારો માને છે કે ફ્રાઇડ ફુડ ખાસ કરીને ફ્રાઇડ પોટેટોથી એન્ગઝાઇટી અને ડિપ્રેશનનું રિસ્ક અનેકગણુ વધી જાય છે. ફ્રેન્ચ ફ્રાઇઝ અનહેલ્ધી હોવા છતા મોટા પ્રમાણમાં ખવાય છે. તાજેતરના રિસર્ચમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સે કરેલા સંશોધનમાં જણાવાયુ છે કે ફ્રાઇડ ફુડ આઇટમ્સ ખાસ કરીને ફ્રેન્ચફ્રાઇઝને સતત ખાવાથી ડિપ્રેશન અને એન્ગ્ઝાઇટી થવાનું રિસ્ક વધી જાય છે.

ફ્રેન્ચ ફ્રાઇઝ તમને પણ ભાવે છે? હવે ખાતા પહેલા જાણી લો આ ગંભીર અસર hum dekhenge news

સતત વધી રહ્યા છે ડિપ્રેશનના દર્દીઓ

રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે લોકો સતત ફ્રાઇડ ફુડનું સેવ કરે છે. તેમાં એન્ગ્ઝાઇટીના કેસ 12 ટકા અને ડિપ્રેશનના સાત ટકા વધુ જોવા મળ્યા છે. નિષ્ણાતોનું કહેવુ છે કે રિસર્ચ પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ એ વાત તો સ્પષ્ટ છે કે ફ્રાઇડ ફુડ અને ખાસ તો ફ્રેન્ચફ્રાઇઝ મેન્ટલ હેલ્થ પર અસર કરે છે. ખરાબ ન્યુટ્રિશન મેન્ટલ હેલ્થ કન્ડીશનને પ્રોત્સાહન આપે છે.

આ પણ વાંચોઃ મા કાલીનો વાંધાજનક ફોટો ટ્વીટ કરીને હવે યુક્રેને માંગી માફી

Back to top button