આજનું રાશિફળઃ શુક્રવારનો દિવસ આ રાશિ માટે શુભ, અન્ય રાશિના લોકોએ સાવચેતીથી દિવસ પસાર કરવો
આજનું પંચાગ
તારીખ :- ૧૭ જૂન ૨૦૨૨, વાર :- શુક્રવાર
તિથિ :- જેઠ વદ ત્રીજ
રાશી :- મકર
નક્ષત્ર :- ઉત્તરાષાઢા
યોગ :- ઇન્દ્ર
કરણ :- સવારે ૦૬:૧૦:૨૪ સુધી વિષ્ટિ, ત્યારબાદ બવ
આજનું રાશિ ભવિષ્ય
મેષ :- દ્રઢ નિશ્ચય રાખીને આગળ ચાલો. આજે ભાગ્ય તમારી સાથે છે. તમે આજે રોજ કરતા વધારે મહેનત કરીને કાર્ય કરશો. આજે કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરી શકો છો. તમારા કરેલા કાર્યોની સરાહના થાય. આજે માન પ્રતિષ્ઠામાં વધારો થાય.
વૃષભ :- મહેનતની સાથે ભાગ્યનો સાથ પણ જરૂરી છે કે આજે તમને સમજાશે. અને ઈશ્વરીય સહાય પણ જરૂરી છે એ પણ તમને સમજાશે. આજે તમારી અંતઃસ્ફુરણા વધશે. તમારા ભાઈ બહેન નો સાથ તમારા કાર્ય સારી રીતે પાર પાડી શકે છે.
મિથુન :- કોઈપણ નિર્ણય ભૂતકાળના અનુભવને ધ્યાનમાં રાખીને લેવા. દરેક કાર્ય થોડું ધ્યાન રાખીને કરવું. આજે કોઈ મોટી ભૂલ થઈ શકે છે અને તેથી આજે તમારી આલોચના પણ થઈ શકે છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી રાહત રહે.
કર્ક :- જો તમારે વ્યાપાર વધારવો હોય તો થોડું નમીને ચાલવું સારું રહેશે. બગડેલા સંબંધો સુધારવા માટે આજે સારો દિવસ છે. આજે તમે ખંતપૂર્વક કામ કરશો. આજે તમે તમારા જીવનસાથી સાથે ખુબ સુંદર પળો ગાળી શકો છો. એકંદરે શુભ દિવસ છે.
સિંહ :- આજે તમારી જીતનો દિવસ છે. કોઈપણ પ્રકારના વાદવિવાદ કે ચર્ચામાં ઊતરવું હોય તો આજે ગ્રહો અનુકૂળ છે. તમારી મૂકેલી વાતનું માન જળવાય. કોઈપણ પ્રકારનું નવું રોકાણ આજે લાભપ્રદ રહેશે. લોન નું કાર્ય આગળ વધે.
કન્યા :- આજે ખૂબ આનંદ અને ઉત્સાહ રહે. તમારા મિત્રો સાથે ખુબ સુંદર સમય વિતાવી શકશો. બહાર ફરવા જવાનું આયોજન કરી શકો છો. આજે તમારા પ્રિય પાત્ર તમને કોઈક સરપ્રાઇઝ આપી શકે છે. ભણવાની ઇચ્છા નહીં થાય.
તુલા :- આજે મન શાંત રાખીને મનન કરવા માટે નો દિવસ છે. તમે શું કરવા માંગો છો તેની આજે રૂપરેખા બનાવો. થોડી ચંચળતા ઓછી રાખવી. તમારા લીધેલા નિર્ણયો અંગે તમારી માતા સાથે ચર્ચા કરવી હિતાવહ રહેશે. દિવસ સામાન્ય રહે.
વૃશ્ચિક :- થોડું સાહસ ઉઠાવવું આજે સારું છે. આજે તમે હિંમત રાખીને અઘરા કાર્યોની શરૂઆત કરી શકશો. ભાગ્ય નો સહકાર બન્યો રહે. તમારા માટે ટેકનિકલ વસ્તુઓનો ઉપયોગ કરવો સારો રહેશે. સોશિયલ મીડિયા તમારું કામ સરળ કરશે.
ધનુ :- આજે પરિવારના સભ્યો વચ્ચે મતભેદ થઈ શકે છે. વારસાગત મિલકતોને લઈને કોઈ નિર્ણય આવી શકે છે. તમારે સમજી વિચારીને કોઈપણ મત આપવો. આજે અટકેલા નાણા અચાનક પરત આવી શકે છે. લક્ષ્મીજીની પૂજા લાભકારી રહે.
મકર :- આજે આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારું આરોગ્ય સુધરી શકે છે. આજે તમને કોઇ વ્યાપારલક્ષી સારો પ્રસ્તાવ મળી શકે છે. જે સ્વીકારવો તમારા માટે લાભકારી રહેશે. લગ્ન લાયક યુવક યુવતીની લગ્નની વાત આગળ વધે.
કુંભ :- તમારા આરોગ્યના કારણે તમે યોગ્ય નિર્ણય ન લઈ શકો. આજે તમારે ઉપરી અધિકારીઓ તમારાથી નારાજ થઈ શકે છે. તમારી મહેનત ઓછી પડતી હોય તેવું લાગે. તમારી વાત સાચી હોવા છતાં પણ આજે શાંત રહેવું તમારા માટે હિતાવહ રહેશે.
મીન :- આજે કોઈ શુભ સમાચાર મળી શકે છે. તમારી મહેનત રંગ લાવશે. નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે. ઉમંગ ઉત્સાહ પર થોડો કાબૂ રાખવો. તમારી ખુશીમાં તમારા સંતાન તમારી સાથે રહે. તમારા સંતાન પણ તમને સારા સમાચાર આપી શકે છે.