બનાસકાંઠા : ડીસા તાલુકા પેન્શન એસોસિયેશનની 21 મા પેન્શન ડે ની કરાઈ ભવ્ય ઉજવણી
પાલનપુર : ડીસા તાલુકા પેન્શન એસોસિયેશનની સાધારણ સભા અને ૨૧ માં પેન્શન ડે ની ભવ્ય ઉજવણી લાયન્સ ક્લબ ખાતે નાગરભાઈ કે. પરમાર પ્રમુખ ડીસા તાલુકા પેન્શન એસોસિએશનના અધ્યક્ષ સ્થાને યોજાયેલી જેમાં ઉદઘાટક મગલલાલ માળી, પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર, , મુખ્ય મહેમાન તરીકે મહામંત્રી ગુજરાત પેન્શન સમાજ અમદાવાદના જે.જે.દરજી, બનાસકાંઠા પેન્શન એસોસિયેશનના પ્રમુખ એસ.એસ.વાઘેલા, અતિથિ વિશેષ તરીકે પોપટલાલ કે. પટેલ, ડો. ધીરજભાઈ જગાણીયા, ડો. કૌશલ સિસોદિયા, તારીકભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.શરૂઆતમાં સ્વાગત પ્રવચન નાગરભાઈ પરમારે કર્યું હતું. વયોવૃધ્ધ સભ્યોનું સાલ અને ફુલહારથી સ્વાગત કરવામાં આવેલ. પેન્શનરો ના પૌત્ર-પૌત્રી (તેજસ્વી તારલાઓ) ને પ્રમાણપત્ર રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ખજાનચી મોતીભાઈ મૈઢ હિસાબો રજુ કરી બહાલી મેળવેલ. સંસ્થાના મંત્રી મંડોરીએ વિશેષ અહેવાલ રજૂ કરી પેન્શનના હકક, હીત અંગે સમજ આપી સંસ્થાને સધ્ધર બનાવવા ફાળો આપવા અપીલ કરી હતી. મગનભાઈ માળીએ પેન્શનરો ને દેશના હિતમાં ઉપયોગી થવા હાકલ કરી હતી. રાજુભાઈ ઠક્કરે પેન્શનના હિતમાં વાત કરી હતી.
ડો. શ્રી કૌશલભાઈ સિસોદિયાએ હાડકાં નાં રોગો અંગેની વાત કરી હતી. રાજય પેન્શન સમાજના મહામંત્રી જે.જે. દરજીએ પેન્શનના હકક, હીતની વાત કરી સરકાર સાથે વ્યવહાર સાથે વિસ્તૃત માહિતી આપી હતી જીલ્લા પેન્શન ના પ્રમુખ એસ.એસ.વાઘેલાએ પેન્શનરો ને જરૂરી માહિતી પુરી પાડી હતી. તારીકભાઈ સોલંકી નું તેમની સામાજીક કામગીરી લક્ષમાં વિશેષ સન્માન કરવામાં આવેલ હતું તેમણે જણાવ્યું હતું કે દરેક સમાજના પેન્શનરો એકનેક થઈ રાષ્ટ્રને મજબૂત કરે સંસ્થાના પ્રમુખ તેમજ સભાના અધ્યક્ષ નાગરભાઈ પરમારે પેન્શનરો નિરોગી રહે તે માટે પ્રાર્થના કરી તેમજ પેન્શનરો ના હકક, હીત અંગે જાગૃત રહેવા તેમજ રજુઆત થયે નિકાલની ખાત્રી આપી હતી. આભાર વિધિ, ખજાનચી મોતીલાલ મૈઢે કરી હતી. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા સંચાલન નાથાભાઈ બ્રહ્મક્ષત્રિય કર્યું હતું.
આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસા તાલુકાનું 12 સાયન્સનું 64.12% પરિણામ