તોડ કાંડ મામલે યુવરાજસિંહ વિરુદ્ધ મળ્યા પુરાવા, જાણો તોડ કાંડના રુપિયાનું શું કર્યું ?
ડમીકાંડ કેસમાં મોટો ખુલાસો થયો છે. દહેગામમાં યુવરાજસિંહ જાડેજાએ મિલકત ખરીદી હોવાના પુરાવા પોલીસને મળી આવ્યા છે. જાણકારી મુજબ આ મામલે તપાસ કરતા પોલીસને એક ડાયરી મળી હતી જેમાં તેને રૂ.13 લાખ બિલ્ડરને આપ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
દહેગામમાં યુવરાજસિંહે બિલ્ડરને રૂ.13 લાખ આપ્યા
તોડકાંડ મામલે યુવરાજ સિંહ સામે મોટો પુરાવો મળી આવ્યો છે. યુવરાજ સિંહે દહેગામમાં મિલકત ખરીદી હોવાનો પુરાવો પોલીસના હાથે લાગી ગયો છે. દહેગામમાં યુવરાજસિંહે બિલ્ડરને રૂ.13 લાખ આપ્યા હોવાની વિગતો મળી આવી છે. જેથી આ મામલે પોલીસે વધુ તપાસ હાધ ધરી છે.
સ્ટેમ્પ ડ્યુટી ભરતો સ્ટેમ્પ મળી આવ્યો
પોલીસ તપાસમાં યુવરાજસિંહ જાડેજા દ્વારા 12 એપ્રિલ 2023ના રોજ દહેગામ સબ રજીસ્ટાર કચેરીમાંથી રુ.1,47,000ની સ્ટેમ્પ ડ્યુટી ભરતો સ્ટેમ્પ મળી આવ્યો છે. જાણવા મળ્યું છે કે યુવરાજસિંહના સસરાએ રૂ.6 લાખ મોકલાવ્યા હતા. તેમણે ભાવનગરથી 6 લાખ આંગડીયા મારફતે મોકલાવ્યા હતા. આ પૈસા તેમણે સુખદેવસિંહ પરમાર સાથે મોકલાવ્યા હોવાનું સામે આવ્યું છે. જેની તપાસ કરી રહેલી SITને કેટલાંક CCTV હાથ લાગ્યા છે. જેમાં યુવરાજસિંહના સસરા આંગડિયા મારફતે રૂપિયા મોકલી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ છે. આમ તોડકાંડમાં SITને યુવરાજસિંહ વિરૂદ્ધ એક પછી એક મોટા પુરાવા હાથ લાગી રહ્યા છે. જેથી હવે યુવરાજ સિંહની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
સસરાના નામે ખરીદ્યો પ્લોટ
મહત્વનું છે કે તોડકાંડ મામલે યુવરાજ સિંહ પર 1 કરોડની ખંડણીના આરોપમાં પોલીસ તપાસ કરી રહી હતી આ દરમિયાન પોલીસને મહત્વનો પુરાવો મળી આવ્યોછે. જેમાં યુવરાજ સિંહે તોડકાંડના લીધેલા પૈસાનો હિસાબ લખ્યો છે. જાણકારી મુજબ યુવરાજસિંહ જાડેજાએ ગાંધીનગરના દહેગામમાં પોતાના સસરાના નામે એક પ્લોટ ખરીદ્યો હતો. દહેગામમાં યુવરાજસિંહના પત્ની શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પત્ની દહેગામમાં રહેતી હોવાની યુવરાજસિંહે પ્લોટ ખરીદ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામા આવી રહી છે.
આ પણ વાંચો : શરદ પવારે કરી મોટી જાહેરાત, કહ્યું – ‘હું NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.’