ટોપ ન્યૂઝવર્લ્ડ

સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસનો આરોપી ગોલ્ડી બ્રાર કેનેડાની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં

Text To Speech

સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસના આરોપી ગોલ્ડી બ્રારની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભારત બાદ હવે ગોલ્ડી બ્રારનું નામ કેનેડામાં પણ મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં સામેલ થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મળેલી માહિતી મુજબ ‘બી ઓન ધ લુક આઉટ’ (BOLO) પ્રોગ્રામ હેઠળ કેનેડા સરકાર દ્વારા 25 મોસ્ટ વોન્ટેડ અપરાધીઓની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં સતીન્દરજીત સિંહ બ્રાર ઉર્ફે ગોલ્ડી બ્રારનું નામ પણ સામેલ છે. 15મા નંબરનો આરોપી ગોલ્ડી બ્રાર છે. BOLOના પ્રોગ્રામ ડાયરેક્ટર મેક્સ લેંગલોઈસે આજે 25 ગુનેગારોના ફોટા બહાર પાડ્યા છે, જે લોકો આ ગુન્હેગારોની માહિતી આપશે તેમણે $50,000 થી $250,000 ઈનામો કેનેડા સરકાર આપશે.

આ પણ વાંચો : સીમ કાર્ડ સ્વેપ દ્વારા અમદાવાદના વેપારી સાથે રૂ. 1.1 કરોડની છેતરપિંડી
ગોલ્ડી બ્રાર - Humdekhengenewsજણાવી દઈએ કે સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારને પહેલાથી જ ભારત સરકારે વોન્ટેડ જાહેર કરેલો છે. તેની સામે ઈન્ટરપોલ પર રેડ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસનો પણ મુખ્ય આરોપી ગોલ્ડી બ્રાર છે.

Back to top button