- એકાઉન્ટ્સનો ઉપયોગ સટ્ટાના લેયરિંગ માટે કરાયો
- આખું નેટવર્ક યુક્રેનના સીમ કાર્ડ ઉપર ચાલતુ
- રૂ.1,414 કરોડ હવાલા મારફતે વિદેશ મોકલ્યા
સુરતના ડીંડોલીમાંથી પકડાયેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાકાંડમાં ડિરેક્ટોરેટ ઓફ્ એન્ફેર્સમેન્ટ (ED)ને કરવામાં આવી હતી. ઈડીએ પ્રિવેન્શન ઓફ્ મની લોન્ડરિંગ એકટ હેઠળ બેંકના ખાતાઓ સર્ચ કરીને રૂ.3.44 કરોડની રકમ ફ્રીઝ કરી છે. જ્યારે લેયરિંગ અને ટ્રાન્સફર સાથે સંકળાયેલા કુલ 93 બેંક ખાતાઓને ફ્રીઝ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનારને 20 વર્ષની કેદ
રૂ.1,414 કરોડ હવાલા મારફતે વિદેશ મોકલ્યા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુખ્યાત બુકી રાકેશ રાજદેવ સહિતના બુકીઓએ ક્રિકેટ મેચના સટ્ટાના રૂ.1,414 કરોડ હવાલા મારફતે વિદેશ મોકલ્યાનું બહાર આવ્યું હતું, જેમાં ઈડીએ પ્રિવેન્શન ઓફ્ મની લોન્ડરિંગ એકટ હેઠળ બેંકના ખાતાઓ સર્ચ કરીને 150 બેન્ક ખાતાઓમાં અન્ય રૂ. 46.10 કરોડ છુપાયેલા હોવાનું બહાર આવતા ફ્રીજ કર્યા છે. આમ કુલ રૂ. 49.15 કરોડની રકમ ફ્રીઝ કરી હતી. ઈડીએ સુરતમાં હરીશ ઉર્ફે કમલેશ જરીવાલા, ઋષિકેશ અધિકાર શિંદે અને હુઝેફા કૌશર મકાસરવાળા સહિત અન્યો દ્વારા ઓનલાઈન સટ્ટો રમાડવા મામલે પાંચ બેંકના ખાતાની તપાસ કરતા 3 કરોડ 44 લાખ રૂપિયા ફ્રીઝ કરાયા છે. જ્યારે 93 ખાતાઓની તપાસ ચાલુ કરી છે. EDના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ એકાઉન્ટ્સનો ઉપયોગ સટ્ટાના લેયરિંગ માટે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં ડ્રગ્સની બદી ફૂલી ફાલી, ધરપકડનો આંકડો જાણી રહેશો દંગ
આખું નેટવર્ક યુક્રેનના સીમ કાર્ડ ઉપર ચાલતુ
સુરતના ડીંડોલી રાજમહલ મોલ ઓનલાઇન કાપડની આડમાં ઓનલાઇન સટ્ટા રમાડતા હરીશ ઉર્ફે કમલેશ જરીવાલા સુનીલ ચૌધરી, ઋષિકેશ અધિકાર શિંદે અને હુઝેફા કૌશર મકાસરવાળાની ઓકટોબર 2022માં ધરપકડ કરી હતી. ત્રણેયની પૂછપરછમાં આખું નેટવર્ક યુક્રેનના સીમ કાર્ડ ઉપર મુખ્ય સૂત્રધારો દુબઈ બેસી ઓપરેટ કરતા હતા, જેમાં સુરત અને અમદાવાદનાં શખ્સો મારફતે ડમી 55થી વધુ બેન્ક એકાઉન્ટ બનાવી તેમાં સટ્ટાના આર્થિક વ્યવહારોની લેવડ દેવડ કરાતી હતી જેમાં 1,218 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા હતા. આ રેકેટમાં સુરતના ગોપીપુરામાં રહેતાં રાજ દિનેશકુમાર શાહની ધરપકડ કરી હતી.