સંબંધોને મજબૂત બનાવવા માટે આ જુઠ બિન્દાસ્ત બોલી શકો છો
- તમારી ભુલો છુપાયેલી હોય તેવા જુઠ ન બોલો
- કોઇને ભાવનાઓને ઠેસ ન પહોંચાડો
- તમારા પાર્ટનરના વખાણ અવશ્ય કરો
તમે કોઇ વ્યક્તિ સાથે લાઇફટાઇમ રહેવા ઇચ્છતા હો તો તમારે ઇમાનદાર રહેવુ પડશે. જોકે તેનો અર્થ એ નથી કે તમે તમારા પાર્ટનર સાથે હંમેશા સાચુ જ બોલો. તમે સંબંઘોને મજબૂત રાખવા માટે એ વાત જરૂરી છે કે કેવી રીતે તમે એકબીજાની ભાવનાઓને ઠેસ પહોંચાડતા બચી શકો છો. તમારે આ માટે ક્યારેક જુઠનો સહારો લેવો પડે તો પણ લઇ શકો છો. જોકે એવા જુઠ પણ ન બોલવા જેની પાછળ તમારી ભુલો છુપાયેલી હોય.
ઓક્સફોર્ડ યુનિવર્સીટીના એક મનોવૈજ્ઞાનિકે કરેલા એક અભ્યાસમાં જુઠ બોલવાના પ્રભાવોની તુલના કરવામાં આવી હતી. તેમણે જાણ્યુ કે ઇમોશનને હર્ટ થતા બચાવવા માટે બોલાયેલા જુઠ સંબંધોને મજબૂત કરે છે. જાણો કેટલીક એવી વાતો.
આઇ મિસ યુ
દરેક વ્યક્તિ પોતાના પાર્ટનર પાસે ખૂબ જ પ્રેમની અપેક્ષા રાખે છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેનો પાર્ટનર સાથે ન હોવા છતા તેને હંમેશા યાદ કરે. આવા સંજોગોમાં તમે એક બીજાથી દુર જાવ તો મેસેજમાં કે ફોન પર આઇ મિસ યુ જરૂર કહેજો. આમ કહેવાથી ઘણી વખત મોટા મોટા ઝઘડા પણ ખતમ થઇ જાય છે.
તારા હાથની રસોઇનો જવાબ નથી
પત્નીને ખુશ કરવા માટે કે પછી તમારા પતિ કે પ્રેમીને રસોઇ બનાવવા માટે મોટિવેટ કરવાની સૌથી સારી રીત આ છે. જમવામાં કંઇક ઓછુ વત્તુ હોય તે સામાન્ય બાબત છે. તમે તેને નજરઅંદાજ કરતા તમારા પાર્ટનરના કુકિંગના વખાણ કરી શકો છો. આમ કરવાથી કોઇ વ્યક્તિને જમવાનું બનાવવુ બોજ નહીં લાગે.
ડ્રેસિંગ સુપર્બ છે
લેડીઝ હોય કે જેન્ટ્સ દરેકને પોતાના વખાણ સાંભળવા ગમતા હોય છે. આવા સંજોગોમાં એકબીજાના લુકની પ્રશંસા કરવી તમારી વચ્ચેની નિકટતા વધારી શકે છે. આમ કરવાથી તમે તમારા પાર્ટનરને એવુ મહેસુસ કરાવી શકો છો કે તેની દરેક વસ્તુ તમે નોટિસ કરો છો.
તુ મસ્ત રીતે બધુ મેનેજ કરે છે
ઘર હોય કે ઓફિસ કેટલાય કામ કરવાની જવાબદારી વ્યક્તિના ખભા પર હોય છે. આ કારણે વ્યક્તિ ઘણી વખત ખુબ પરેશાન રહેવા લાગે છે. પોતાના 100 ટકા આપી શકતો નથી. આવા સંજોગોમાં જો કોઇ એને કહી દે કે તું કેટલી સારી રીતે બધુ મેનેજ કરવા લાગે છે તો આ શબ્દો તેનું મનોબળ વધારવા માટે ખુબ જ સફળ સાબિત થઇ શકે છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં પીવાના પાણીનો કકળાટ: ખાનગી ટેન્કરોની દોડાદોડ વધી