વેરાવળના ડો. અતુલ ચગ આપઘાત કેસ : અરજદારની અરજી હાઇકોર્ટે ફગાવી, હવે સુપ્રિમ કોર્ટમાં જશે
હાઈકોર્ટે વેરાવળના ડો.અતુલ ચગ આપઘાત મામલે તેમના પુત્રની કંટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી ફગાવી દીધી હતી. આ અરજી હાઇકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવતી ન હોવાથી ફગાવી દેવામાં આવી છે. હવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવશે.
હાઈકોર્ટે અરજી ફગાવી દીધી
વેરાવળના ડો. અતુલ ચગ આપઘાત કેસમાં પોલીસ ફરિયાદ નહીં નોંધાતા હાઈકોર્ટમાં તેમના પુત્રએ સુપ્રીમ કોર્ટના નિર્દેશને ટાંકીને કન્ટેમ્પ્ટની અરજી દાખલ કરી હતી. આ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામા આવી હતી. ત્યારે આજે કોર્ટે અરજદારની અરજી કોર્ટે ફગાવી દીધી હતી. હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આ અરજી નહીં આવતી હોવાથી ફગાવી દેવામાં આવી છે. ત્યારે હવે આ મામલે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામા આવશે.
જાણો શું છે મામલો
ઉલ્લેખનીય છે કે અમદાવાદના વેરાવળ ખાતે ડો અતુલ ચગે12 ફેબ્રુઆરીના રોજ આત્મહત્યા કરી લીધી હતી. અને તેમની પાસેથી એક સુસાઈટ નોટ મળી આવી હતી જેમાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારાયણ ચુડાસમાના નામનો ઉલ્લેખ કરવામા આવ્યો હતો. જેથી પરિવારે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવા ગયા હતા પરંતુ પોલીસે ફરિયાદ ન નોંઘતા પરિવાર કોર્ટમા પહોંચ્યો હતો. અને ડો. અતુલ ચગના પુત્ર હિતાર્થે સુપ્રિમ કોર્ટના નિર્દેશને ટાંકીને કન્ટેમ્પટ ઓફ કોર્ટની અરજી દાખલ કરી હતી. થોડા દિવસ અગાઉ આ કેસની દલીલો પૂર્ણ થઈ હતી ત્યારે આજે કોર્ટે ચુકાદો આપતા પરિવાર દ્વારા કરવામા આવેલ અરજીને ફગાવી દીધી હતી.
આ પણ વાંચો : રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, આ તારીખે ભુક્કા કાઢશે વરસાદ