સલમાને ઐશ્વર્યા વિશે કહ્યું ‘જો મે થપ્પડ મારી હોત તો મરી ગઇ હોત’, વિડીયો થયો વાયરલ
સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વચ્ચેની લવસ્ટોરી કરતાં બ્રેકઅપ વધુ હિટ રહ્યું હતું. હવે સલમાન ખાનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ઐશ્વર્યાને થપ્પડ મારવાના સવાલનો જવાબ આપે છે અને કહે છે કે જો મેં તેને મારી હોત તો તે જીવી ન શકત.
ઐશ્વર્યા રાયથી લઈને કેટરીના કૈફ સુધી
બોલિવૂડમાં શર્ટલેસ થઈને બોડી બતાવવાનો ટ્રેન્ડ શરૂ કરનાર સલમાન ખાનની અનેક અભિનેત્રી સાથે નામ જોડાઈ ચૂક્યું છે. સલમાન ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લગભગ 35 વર્ષ પૂરા કર્યા છે. સલમાન ખાને એકથી વધુ શાનદાર ફિલ્મો આપી છે. જોકે, ફિલ્મો સિવાય સલમાન તેની લવ લાઈફને લઈને પણ ઘણો ચર્ચામાં રહ્યો છે. ઐશ્વર્યા રાયથી લઈને કેટરીના કૈફ સુધી, સલમાન ઘણી હાઈ-પ્રોફાઈલ રિલેશનશિપમાં છે. 1990 થી 2000 સુધી સલમાન ઐશ્વર્યા રાય સાથે રિલેશનશિપમાં હતો. એક સમયે આ જોડી બોલિવૂડના સૌથી સુંદર કપલની યાદીમાં સામેલ હતી, પરંતુ બંનેનું બ્રેકઅપ થઈ ગયું. ઐશ્વર્યાએ સલમાન ખાન પર તેની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો : સલમાન અને ગોવિંદાએ 16 વર્ષ બાદ સાથે કર્યો ડાન્સ, જુઓ વિડિયો
હકીકતમાં, વર્ષ 2002માં ઐશ્વર્યા રાયે બોમ્બે ટાઈમ્સને એક ઈન્ટરવ્યુ આપ્યું હતું, જેમાં તેણે સલમાન સાથેના તેના બ્રેકઅપની વાત કરી હતી. ઐશ્વર્યાએ કહ્યું હતું કે નશાની હાલતમાં સલમાને તેને ઘણી વખત માર માર્યો હતો. હવે સલમાન ખાનનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે ચોંકાવનારો જવાબ આપ્યો છે.
આ પણ વાંચો : સલમાનને ફરી મારી નાખવાની ધમકી, રાખી સાવંતને પણ વોર્નિંગ !
જો મે થપ્પડ મારી હોત તો મરી ગઇ હોત
સલમાન ખાનની ફેન ક્લબે NDTVને આપેલા સલમાન ખાનના ઇન્ટરવ્યુની એક વીડિયો ક્લિપ શેર કરી છે, જેમાં સલમાનને પૂછવામાં આવ્યું હતું કે શું તેણે ક્યારેય કોઈ મહિલા પર હાથ ઉપાડ્યો છે. આ સવાલનો જવાબ આપતા સલમાન ખાને કહ્યું, ‘હવે તે કહી રહી છે તો મારી પાસે શું છે કહેવા માટે, મને જવા દો. ત્યારબાદ સલમાનને પૂછ્યું કે શું તે તેમાં પડવા નથી માંગતો? તો સલમાને જવાબ આપ્યો કે એક વાર એક રિપોર્ટરે મને આ સવાલ પૂછ્યો હતો. મેં કહ્યું કે જો હું કોઈને ફટકારીશ તો દેખીતી રીતે ઝઘડો થયો હશે, મને ગુસ્સો આવશે. જો હું તેને મારતો તો, મને નથી લાગતું કે તે આ સહન કરી શકતી. આ સાચું નથી અને મને ખબર નથી કે આવું શા માટે કહેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : એક્સ બોયફ્રેન્ડ સલમાનના ગુસ્સાનો શિકાર બની ઐશ્વર્યા રાય! કહ્યું- ‘તે મને મારતો હતો…’
આ ફિલ્મ સાથે જ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા
સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની નિકટતા વર્ષ 1998માં આવેલી ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’થી શરૂ થઈ હતી. આ ફિલ્મ સાથે જ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. આ પછી સલમાન અને ઐશ્વર્યાની જોડી બીજી ફિલ્મ ‘હમ તુમ્હારે હૈ સનમ’માં સાથે જોવા મળી હતી. બંનેના બ્રેકઅપ બાદ આ ફિલ્મ વર્ષ 2002માં રિલીઝ થઈ હતી. બ્રેકઅપ બાદ સલમાન અને ઐશ્વર્યાએ લાંબા સમય સુધી એકબીજા વિશે વાત કરી ન હતી.