- CM ભૂપેન્દ્ર પટેલના પુત્રની હિંદુજા હોસ્પિટલમાં કરાશે સર્જરી
- બીજી સર્જરી કર્યા બાદ 24 કલાક ઓબ્ઝર્વેશન હેઠળ
- ઓપરેશન બાદ અનુજ પટેલને ICUમાં રખાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલનુ મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલના પુત્રની હિંદુજા હોસ્પિટલમાં સર્જરી કરાશે. તથા અનુજ પટેલની સર્જરીની પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે.
આ પણ વાંચો: ભાવનગરના આ વિસ્તારોમાં આજથી ત્રણ દિવસ સુધી વીજકાપ
ઓપરેશન બાદ અનુજ પટેલને ICUમાં રખાશે
ઓપરેશન બાદ અનુજ પટેલને ICUમાં રખાશે. જેમાં મુંબઈની હિંદુજા હોસ્પિટલે હેલ્થ બુલેટિનમાં આ વિગતો જાહેર કરી છે. તેમાં બીજી સર્જરી કર્યા બાદ 24 કલાક ઓબ્ઝર્વેશન હેઠળ રખાશે. તેમજ નિષ્ણાંત તબીબોની સૂચના બાદ અમદાવાદથી મુ્ંબઈ સારવાર માટે લાવવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ઓપરેશન બાદ હાલ આઈસીયુમા સારવાર હેઠળ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં પીવાના પાણીનો કકળાટ: ખાનગી ટેન્કરોની દોડાદોડ વધી
અનુજ પટેલને બ્રેઇન-સ્ટ્રોક આવ્યો હતો
ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન-સ્ટ્રોક આવ્યો હતો. બાદમાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમની સારવાર વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી કે.ડી. હોસ્પિટલમાં ચાલી રહી હતી, પરંતુ આજે વધુ સારવાર માટે તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. બીજી તરફ પુત્રની નાદુરસ્તીને કારણે જામનગરમાં સ્થાપના દિવસની થનારી ઉજવણીમાં મુખ્યમંત્રી ઉપસ્થિત નહીં રહી શકે.