- સવારના 6.30થી બપોરથી 12.30 વાગ્યા સુધી વીજળી ગૂલ
- કમલ એપાર્ટમેન્ટ, પટેલ પાર્ક તથા આજુબાજુના વિસ્તારમાં વીજકાપ
- 3 મેએ રેલવે ક્વાર્ટર્સ કોલોની તથા આજુ બાજુના વિસ્તારમા વીજળી કપાશે
આજથી ત્રણ દિવસ શહેરના અમુક વિસ્તારોમાં વીજકાપ આપવામાં આવ્યો છે. જેમાં સવારના 6.30થી બપોરથી 12.30 વાગ્યા સુધી વીજળી ગૂલ રહેશે. તથા સુભાષનગર, જવાહરનગર, ઉદ્યોગનગર ફીડરમાં કાપ રહેશે. તથા સર પટ્ટણી રોડ ઉપરના અમુક વિસ્તારમાં વીજ કાપ રહેશે.
આ પણ વાંચો: ગુજરાત: બોડેલીમાં કમોસમી વરસાદે તંત્રની પોલ ખોલી
આજે સોમવારથી ત્રણ દિવસ સુધી સવારના 6.30 કલાકથી બપોરના 12.30 કલાક સુધી વીજકાપ
ભાવનગર શહેરના અમુક વિસ્તારોમાં આજે સોમવારથી ત્રણ દિવસ સુધી સવારના 6.30 કલાકથી બપોરના 12.30 કલાક સુધી વીજકાપ રહેશે. જેમા તા.1લી મે, સોમવારે સુભાષનગર ફીડર નીચે આનંદનગર નવી એલઆઈજી, એકતા એપાર્ટમેન્ટ, આનંદનગર ત્રણ માળિયા, સ્લમ બોર્ડ, તિલકનગર, પોલીસ કવાર્ટર, સાંઈબાબા સોસાયટી, કમલ એપાર્ટમેન્ટ, પટેલ પાર્ક તથા આજુબાજુના વિસ્તારમાં વીજ કાપ રહેશે.
સર પટ્ટણી રોડ ઉપરના અમુક વિસ્તારમાં વીજ કાપ રહેશે
તા.2 મે, મંગળવારે જવાહર ફીડર નીચે ઘોઘા સર્કલ, રોટરી કલબ, પલ્લવ ફ્લેટ, ચંપા રેસીડન્સી, ન્યાલદાસ રેસીડન્સી, તેલઘાણી કેન્દ્ર, અવની પાર્ક, એરીસ્ટો કોમ્પ્લેક્ષ, ઈનારકો, એચસીજી હોસ્પિટલ તથા આજુબાજુનો વિસ્તાર, સેનેટરીવાળો ખાંચો, સર પટ્ટણી રોડ ઉપરના અમુક વિસ્તારમાં વીજકાપ રહેશે.
રેલવે ક્વાર્ટર્સ કોલોની તથા આજુ બાજુના વિસ્તારમા વીજકાપ
આ ઉપરાંત તા.3જી મે બુધવારે ઉદ્યોગનગર ફીડર નીચે માધવ કોમ્પ્લેક્ષ, શાસ્ત્રીનગરનો અમુકભાગ, ગુજરાત હાઉસિંગબોર્ડની ઓફિસ, ગઢેચીવડલા, વડલા એસબીઆઈ, રેલવે ડીઆરએમ ઓફીસ, રામજીની વાડી, રેલવે ક્વાર્ટર્સ કોલોની તથા આજુ બાજુના વિસ્તારમા સવારના 6.30 વાગ્યાથી બપોરના 12.30 કલાક સુધી વીજકાપ રહેશે.