બનાસકાંઠા: ડીસા થી નીકળેલા સરીપડા પગપાળા સંઘમાં 500 ભાવિકો જોડાયા
પાલનપુર: ડીસા શહેરમાં વસતા મોદી સમાજના ભાઈઓ દ્વારા ડીસા સરીપડા મિત્ર મંડળ દ્વારા આયોજિત ડીસાથી સરીપડા પગપાળા સંઘનું વૈશાખ સુદ-(10)ની વહેલી સવારે 4:00 વાગે શ્રીજી ચોકમાં આવેલ શ્રી નારસંગાવીર દાદાના મંદિરેથી ભાવીભક્તો દ્વારા સંઘ રવાના થયો હતો. આ સંઘમાં મુખ્ય ધજા જયંતિલાલ નાગરદાસ હેરૂવાલા ના પરિવાર તરફથી જગદીશભાઈ હેરૂવાલા ધજા સાથે લગભગ 400 થી 500 ભાવિભક્તો આ પગપાળા સંઘમાં જોડાયા હતા. આ પ્રસંગે ડીસા મોદી સમાજના આગેવાનો હાજરી આપી હતી. જેમાં શાંતિલાલ હેરૂવાલા, મુકેશભાઈ પંચીવાલા, જગદીશભાઈ પથ્થરવાળા, ઈશ્વરલાલ ચોખાવાલા, બંસીલાલ કાનુડાવાલા, પીનલભાઈ નાસરીવાલા, રમેશભાઈ પંચીવાલા, લાલચંદભાઈ હેરૂવાલા, નટવરલાલ હેરૂવાલા વિગેર આગેવાનો હાજર રહ્યા હતાં.
નારસુંગાવીર વીરદાદાના જયઘોષ સાથે મંદિરમાં ભાવિકો ઝુમી ઉઠ્યા
આ સંઘ રીસાલા મંદિર થઈ એસ.સી.ડબલ્યુ. હાઇસ્કુલ થઈ નવા માર્કેટ યાર્ડ પાસે ચા નાસ્તો આપવામાં આવ્યો હતો. ત્યાંથી આ સંઘ મોટા ગામે મંદિરે દાળ – પકવાનનો નાસ્તો તેમજ રસ્તામાં ઠેર ઠેર ઠંડા પીણા, પાણી, આઈસ્ક્રીમ વગેરે નાસ્તાઓ દાતા તરફથી પગપાળા સંઘમાં ચાલતા ભાવિકોને આપવામાં આવ્યો હતો.
આ સંઘ મોટા ગામમાં થઈને કુંભલમેર, કુંભાસણ, સલેમપુરા, થઈને બપોરે સરીપડા પહોંચી જતા મંદિરે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.
નાચતા ગાતા નારસુંગાવીર વીરદાદાનાં જયઘોષ સાથે મંદિરમાં લોકો ઝુમી ઉઠ્યા હતા અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. ત્યાર બાદ ઘણા લોકો મોટર, બાઈક, સ્કુટરો લઈ મોટી સંખ્યામાં નારસુંગાવીર દાદા ના મંદિરે પહોંચ્યા હતા અને દર્શન તેમજ ભોજન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો :ગુજરાત: બોડેલીમાં કમોસમી વરસાદે તંત્રની પોલ ખોલી