- કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને આડે 10 દિવસથી પણ ઓછા દિવસો બાકી
- જેપી નડ્ડા, બસવરાજ બોમાઈ અને બીએસ યેદિયુરપ્પાની હાજરીમાં ઘોષણાપત્ર બહાર પાડ્યું
- ભાજપે કર્ણાટક વિધાનસભા માટે ઘોષણાપત્રનું ‘પ્રજા ધ્વની’ નામ આપ્યું
કર્ણાટકમાં હાલ વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. દરેક પાર્ટી ચૂંટણી જીતવા માટે પોતાનું દમદાર ઘોષણાપત્ર બહાર પડતું હોય છે ત્યારે સૌની નજર ભાજપના ઘોષણાપત્ર પર હતી અને હવે ચૂંટણીને આડે 10 દિવસથી ઓછો સામે છે ત્યારે ભાજપે પોતાનો ઘોષણાપત્ર જાહેર કર્યો છે. આ દરમિયાન જેપી નડ્ડા સાથે બીએસ યેદિયુરપ્પા અને સીએમ બસવરાજ બોમાઈ હાજર હતા.
કર્ણાટક વિધાનસભામાં ભાજપનું ‘પ્રજા ધ્વની’
10મીએ યોજાનારી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને આડે 10 દિવસથી પણ ઓછા દિવસો બાકી છે. કર્ણાટકમાં સત્તા માટે તમામ રાજકીય પાર્ટીઓ એડી ચોંટીનું જોર લગાવી રહી છે . આ સાથે જનતાને રીઝવવા માટે અનેક વચનો પણ આપવામાં આવી રહ્યા છે. ચૂંટણી પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સીએમ બસવરાજ બોમાઈ અને દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પાએ સોમવારે (1 મે)ના રોજ પોતાનો ઘોષણાપત્ર બહાર પાડ્યો છે. જેને ‘પ્રજા ધ્વની’ નામ આપવામાં આવ્યું છે. ભાજપ દ્વારા રાજ્યના લોકો માટે પોતાના ઘોષણાપત્રમાં કેટલીક મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપના મહિલા સદસ્યોના પતિદેવોની દખલગીરી
Released the BJP's manifesto for Karnataka Assembly Elections 2023 in Bengaluru.
Our manifesto is a vision document for a developed Karnataka. It encompasses a forward looking approach and promises to fulfil the aspirations of everyone in Karnataka .#BJPPrajaPranalike2023 pic.twitter.com/VvnH4iXm29— Jagat Prakash Nadda (@JPNadda) May 1, 2023
ભાજપનું 7 ‘A’પર ધ્યાન
ભાજપે તેના ઢંઢેરામાં કર્ણાટકમાં સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ) લાગુ કરવાનું વચન આપ્યું છે. પાર્ટીએ 7 ‘A’ (અન્ના, અક્ષરા, આરોગ્ય, અભિવૃદ્ધિ, આદયા અને અભયા)ને ધ્યાનમાં રાખ્યું છે. બીપીએલ કાર્ડ ધારકોને ત્રણ મફત એલપીજી ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું છે. દરેક વોર્ડમાં ‘અટલ આહાર કેન્દ્ર’ની સ્થાપના અને ‘પોષણ યોજના’ હેઠળ દરેક BPL કાર્ડ ધારક પરિવારને અડધો લિટર નંદિની દૂધ આપવાનું વચન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : બંગાળમાં બળાત્કાર બાદ સગીરાની હત્યા, લાશને ઘસડીને લઈ ગઈ પોલીસ, ભાજપે કહ્યું- પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ
Addressing during the release of BJP's manifesto for Karnataka Assembly Election 2023.#BJPPrajaPranalike2023 https://t.co/CScMxQrLL8
— Jagat Prakash Nadda (@JPNadda) May 1, 2023
રાજ્યમાં ગરીબોને 10 લાખ મકાનો આપવાની પણ જાહેરાત
આ ઉપરાંત રાજ્યમાં ગરીબોને 10 લાખ મકાનો આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સામાજિક ન્યાય ભંડોળ યોજના હેઠળ, SC-ST મહિલાઓને 5 વર્ષ માટે 10,000 રૂપિયાની FDનું વચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, પાર્ટી કર્ણાટક એપાર્ટમેન્ટ ઓનરશિપ એક્ટ, 1972માં સુધારો કરવા માટે કર્ણાટક નિવાસી કલ્યાણ સલાહકાર સમિતિની રચના કરશે, જેનાથી બેંગલુરુમાં એપાર્ટમેન્ટના રહેવાસીઓના જીવનધોરણમાં સુધારો થશે.
આ પણ વાંચો : કર્ણાટક ચૂંટણી 2023: ‘બધી ગાળો માટીમાં ભળી જશે’, PM મોદીએ હમનાબાદ રેલીમાં વિપક્ષ પર કર્યા પ્રહાર
ભાજપના મુખ્ય વચનો
- BPL પરિવારોને દર વર્ષે ઉગાદી, ગણેશ ચતુર્થી અને દિવાળી પર ત્રણ ગેસ સિલિન્ડર.
- નગરનિગમના દરેક વોર્ડમાં સસ્તું, ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ ખોરાક આપવા માટે અટલ આચાર કેન્દ્ર
- પોષણ યોજના હેઠળ, BPL પરિવારોને દરરોજ અડધો લિટર નંદિની દૂધ અને દર મહિને 5 કિલો શ્રી અન્ના શ્રી ધન્ય રાશન કીટ
- યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના
- નિરાધાર લોકો માટે 10 લાખ ઘર
- SC/ST મહિલાઓ માટે પાંચ વર્ષ માટે રૂ. 10,000ની FD
- સરકારી શાળાઓને વિશ્વ કક્ષાના ધોરણો પ્રમાણે અપગ્રેડ
- વરિષ્ઠ નાગરિકો માટે દર વર્ષે મફત આરોગ્ય તપાસ
- કલ્યાણ સર્કિટ, બનવાસી સર્કિટ, પરશુરામ સર્કિટ, કાવેરી સર્કિટ, ગંગાપુરા સર્કિટ માટે 2500 કરોડ
- 5 લાખની લોન પર વ્યાજ નહીં
- 5 કિલો ચોખા અને 5 કિલો મોટું અનાજ આપવાનું વચન
- ખેડૂતોને બિયારણ માટે 10 હજાર રૂપિયા