જામનગર ખાતે યોજાશે રાજ્યકક્ષાના સ્થાપના દિવસની ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમોમાં નહી આપી શકે હાજરી
- આજે ગુજરાતના 63મા સ્થાપના દિવસની જામનગર ખાતે ઉજવણી
- મુખ્યમંત્રીના પુત્રની ખરાબ તબિયતના કારણે તેઓ હાજર નહીં રહે
- જામનગરને મળશે કુલ 551 જેટલા વિકાસકાર્યોની ભેટ
આજે 1લી મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસ છે. ત્યારે આજે જામનર ખાતે સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામા આવ્યું છે. જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું છે. આ સાથે જ આજના દિવસે જામનગરમાં કરોડોના પ્રોજેક્ટની ભેટ પણ આપવાની છે. ત્યારે આજે મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવાની હતી ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના પુત્રની નાદુરસ્ત તબિયતના કારણે આ કાર્યક્રમમાં હાજર રહી શકે તેમ નથી જેથી તેમની જગ્યાએ હવે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આ કાર્યક્રમમાં સહભાગી બનશે.
જામનગરમાં રાજ્યકક્ષાની ઉજવણી
આજે ગુજરાત રાજ્યના 63માં સ્થાપના દિવસની જામનગર ખાતે ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ તેમજ વિવિધ મંત્રીઓની ઉપસ્થિતિમાં રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. જો કે અગાઉ મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં હાજર રહેવાના હતા પરંતુ ગઈ કાલે અચાનક તેમના પુત્રની તબિયત ખરાબ થતા હવે ગુજરાત ગૌરવ દિવસ ના જામનગરના આ કાર્યક્રમો માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહભાગી થશે.
જામનગરને કુલ 551 જેટલા વિકાસકાર્યોની ભેટ મળશે
રાજ્યના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરુપે આજે જામનગર ખાતે વિવિધ મંત્રીઓની ઉપસ્થિતીમાં વિવધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોકકલાના કાર્યક્રમો સાથે વિશેષ દિવસની ઉજવણી કરવામા આવશે. તેમજ જામનગરમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવશે. સાથે જ જામનગરને આજે 300 કરોડથી વધારેની રકમના કુલ 551 જેટલા વિકાસકાર્યોની ભેટ મળશે.
જાણો આજના ખાસ કાર્યક્રમો
- 150 કલાકારો સાથેનો ભવ્યાતિભવ્ય મલ્ટીમીડિયા શો “નમોસ્તુતે નવાનગર” રજૂ કરાશે
- મહારાણા પ્રતાપની 12 ફૂટ ઉંચી કાસ્ય પ્રતિમાંનું પણ અનાવરણ કરવામાં આવશે
- જિલ્લા પંચાયત સર્કલ વિસ્તારમાં પોલીસ પરેડ પણ યોજાશે
- જામનગરને રૂ.352 કરોડના વિકાસ કામોની ભેટ મળશે
આ પણ વાંચો :Gujarat : મુખ્યમંત્રીના પુત્રને બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ હાલ તબિયત સ્થિર