ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: પાલનપુર, ડીસા સહિત જિલ્લાના અનેક સ્થળોએ ‘મન કી બાત’ નો 100 મો એપીસોડ હજારો લોકોએ નિહાળ્યો

પાલનપુર: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ શરૂ કરેલો ‘મન કી બાત ‘ કાર્યક્ર્મ નો 100મો એપીસોડ સમગ્ર દેશની જનતાએ નિહાળ્યો હતો. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા મથકોએ અને શહેરી વિસ્તારોમાંથી પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલનપુર, ડીસા, અમીરગઢ અને વડગામ સહિત સમગ્ર જિલ્લામાં આ કાર્યક્રમને લોકો નિહાળી શકે તેવી વ્યસ્થા કરવામાં આવી હતી. જેમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સાથે મન કી બાત કાર્યક્રમ પાલનપુર એગોલા રોડ વેલેનશિયામાં 11:00 કલાકે યોજાયો htom જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અને ‘મન કી બાત ‘ ના 100 માં એપિસોડને નિહાળી લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.

'મન કી બાત '-humdekhengenews

જ્યારે અમીરગઢ ખાતે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં બનાસકાંઠા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આદિવાસી વિસ્તાર ધરાવતા અમીરગઢ તાલુકાના માન પુરિયા ગામમાં ઉજવાયો હતો. જ્યાં લોકોની મેદની ઉમટી પડી હતી. માન પુરિયા ગામમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ, તાલુકા તેમજ જિલ્લાના હોદ્દેદારો તેમજ કાર્યકરો ને સાથે રાખી મન કી બાત ના 100 માં એપિસોડ ને નિહાળ્યો હતો.

'મન કી બાત '-humdekhengenews

પાલનપુર તાલુકા ના મોટા ગામે જિલ્લા ભાજપ મહામંત્રી શ્રેયાંસ ભાઈ પ્રજાપતિ ના મુખ્ય મહેમાન પદે તેમજ ભાજપમાં હોદ્દેદારો તેમજ કાર્યકરો અને ગ્રામજનો ની ઉપસ્થિતિ માં રાખી એપિસોડ ને નિહાળ્યો હતો. આ કાર્યક્રમને નિહાળવા અને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જ્યારે
અંબાજીમાં ઠેર ઠેર ટીવી સેટ ગોઠવાયા હતા. જેમાં અંબાજી બસ સ્ટેશન, મંદિર પરિસર, પોલીસ સ્ટેશન સહિત અનેક સ્થળોએ લોકોએ ટીવી સેટ ગોઠવી તેના મનની વાત સાંભળી હતી. બસ સ્ટેશનમાં એપિસોડ જોયા બાદ કર્મચારીઓ સ્વચ્છતા અભિયાન કરી બસ સ્ટેશન પરિસરને સાફ સુથરું કર્યું હતું. જેમાં અંબાજી ભાજપા મંડળનાં પ્રમુખ ઇન્દર લાલ ગુર્જર સહિત ભાજપના અનેક કાર્યકર્તા જોડાયા હતા.

'મન કી બાત '-humdekhengenews

જ્યારે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના ઉપાધ્યક્ષ પ્રવીણસિંહ ના અધ્યક્ષસ્થાને વડગામ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના મનકી બાત ના ૧૦૦ માં એપિસોડ નો કાર્યક્રમ નિહાળ્યો હતો. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ના કર્મઠ કાર્યકરો ડી.વી.સોલંકી , પૂર્વ સરપંચ ભગવાનસિંહ સોલંકી સહિત ના આગેવાનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.

ડીસામાં પાલિકા ના સભા ખંડમાં વ્યવસ્થા કરાઈ

ડીસા નગરપાલિકાના સભાગૃહમાં નગરપાલિકા પ્રમુખ રાજુ ઠક્કર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના 100માં એપિસોડ જોવા માટે સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી હતી. ડીસા વિભાગીય પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝા દ્વારા પોલીસ સ્ટાફ માટે મન કી બાત કાર્યક્રમ જોવા માટેની વ્યવસ્થા કરવાનું જણાવતા પાલિકા પ્રમુખ દ્વારા નગરપાલિકા સભાગૃહમાં વ્યવસ્થા કરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ સામૂહિક રીતે ઉપસ્થિત રહી મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો.

ડીસામાં મન કી બાતના 100માં એપિસોડને જોવા માટે દરેક વોર્ડમાં પણ નગરસેવકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં વોર્ડ વાઇઝ પણ સ્થાનિક લોકોએ ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમને નિહાળ્યો હતો.

આ પણ વાંચો :‘મહારાષ્ટ્રમાં આગામી સીએમ NCPમાંથી હશે’, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલના નિવેદનથી રાજકારણ ગરમાયું

Back to top button