- યુક્રેને ભારત સાથે નાપાક કૃત્ય કર્યું
- હિંદુ સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી
- યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે એક ફોટો શેર કર્યો
- મા કાલીનો વાંધાજનક ફોટો શેર કર્યો
રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેને ભારત સાથે નાપાક કૃત્ય કર્યું છે. યુક્રેને કંઈક એવું કર્યું છે જેનાથી હિંદુ સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે એક ફોટો શેર કર્યો છે, જેને જોઈને દરેક ભારતીયે નારાજગી વ્યક્ત કરી છે. યુક્રેને હિન્દુઓમાં પૂજનીય મા કાલીનો વાંધાજનક ફોટો શેર કર્યો છે. જેના પર હિન્દુ સમુદાયના લોકો યુક્રેનને લઈને આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. વાસ્તવમાં, સંરક્ષણ મંત્રાલયે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર મા કાલીનો ફોટો શેર કર્યો છે, જે ખૂબ જ અપમાનજનક છે. આ ફોટો પર નારાજગી વ્યક્ત કરતા ભારતીય યુઝર્સે વિદેશ મંત્રી એસ જયશંકર પાસે કાર્યવાહીની માંગ કરી છે. યુક્રેન દ્વારા શેર કરવામાં આવેલી તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. યુઝર્સ તેને યુક્રેનની નબળી માનસિકતા ગણાવી રહ્યા છે.
Shocking! Official handle of Ukraine Defense Ministry is portraying Maa Kali in a demeaning pose.
This is not a work of art. Our faith is not a matter of joke. Take it down and apologise @DefenceU pic.twitter.com/h8zbL7Hgm3
— Monica Verma (@TrulyMonica) April 30, 2023
મા કાલીનો ફોટો ટ્વીટ કર્યો
30 એપ્રિલે, યુક્રેનના સંરક્ષણ મંત્રાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ @DefenceU દ્વારા મા કાલીનો ફોટો શેર કરવામાં આવ્યો છે. તે જોઈ શકાય છે કે મા કાલી હોલીવુડ અભિનેત્રી મેરિલીન મનરોની જેમ બતાવવામાં આવી છે. તસ્વીરમાં વિસ્ફોટના ધુમાડા કાલી માતાના ચહેરા પર દેખાય છે. ચિત્રમાં જીભ બહાર દેખાય છે. આ સાથે જ માતા કાલીનાં ગળામાં ખોપરીની માળા છે.
ફોટો જોઈને લોકો ગુસ્સે થઈ ગયા
આ ફોટો જોયા બાદ ભારતીય હિન્દુઓ કહી રહ્યા છે કે યુક્રેન ભારતીયોને નિશાન બનાવી રહ્યું છે કારણ કે તેમને યુદ્ધમાં ભારત તરફથી મદદ મળી નથી. કેટલાક યુઝર્સ આને ભારત અને રશિયા વચ્ચે સારા સંબંધો બાદ યુક્રેનનો રોષ ગણાવી રહ્યા છે. ફોટો કેપ્શનમાં યુક્રેને ‘વર્ક ઓફ આર્ટ’ લખ્યું છે. યુક્રેનના આ કૃત્ય બાદ ભારતીય યુઝર્સ એલોન મસ્ક અને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પાસે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રશિયા સાથેના યુદ્ધમાં યુક્રેન ખરાબ રીતે બરબાદ થઈ ગયું છે. આવી સ્થિતિમાં ભારત સાથે દુશ્મની યુક્રેન માટે મોંઘી પડી શકે છે.