મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ઊંઘવું ભારે પડ્યું, આ અધિકારીને કરાયા સસ્પેન્ડ
ભુજ: એક બાજુ જ્યાં મુખ્યમંત્રી ભાષણ આપી રહ્યા હતા તો બીજી બાજુ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર ઊંઘતા નજરે પડ્યા હતા. જ્યારબાદ તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી
ઓફિસર જીગર પટેલ ઉઘતા નજરે પડ્યા:
તારીખ 29/4/2023 ના રોજ ભુજ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો કાર્યક્રમ હતો, મુખ્યમંત્રી જયારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે નીચે ખુરશી પર બેઠેલા ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ ઉઘતા નજરે પડ્યા હતા. આ બાબતનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેના પર લોકો અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે.
જીગર પટેલને ફરજ મુક્ત કરાયા:
વિડીયો વાઈરલ થતા સરકારના ઉચ્ચ અધીકારીઓ એક્શન મોડમાં આવ્યા છે. આ સાથે જ ચીફ ઓફિસર જીગર પટેલને ફરજ મુક્ત કરાયા છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે હુકમ બહાર પડતા જણાવ્યું છે કે, “ જીગર પટેલ દ્વારા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બેદરકારી દાખવવા બદલ તેમને ફરજ મુક્ત કરવામાં આવી રહ્યા છે”
આ પણ વાંચોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં તૈનાત તમામ અધિકારીઓની એકસાથે બદલી