તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યા ગમ હે જિસકો છુપા રહે હો? ક્યાંક Smiling Depression તો નથી ને?
- Smiling Depression એક ખતરનાક પ્રકાર છે
- આસપાસની વ્યક્તિને જલ્દી ખ્યાલ આવતો નથી
- હંમેશા ખુશ દેખાતી વ્યક્તિ ડિપ્રેસ્ડ હોઇ શકે છે
તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યાં ગમ હે જિસકો છુપા રહે હો?જગજિત સિંહની આ ગઝલ સદાબહાર છે, પરંતુ એ વાત ખરેખર સાચી છે કે આવી સ્થિતિ ડિપ્રેશનના લક્ષણ છે અને ડિપ્રેશનના આ પ્રકારને Smiling Depression કહેવામાં આવે છે. ઘણી વખત કોઇ વ્યક્તિની આત્મહત્યા બાદ તમે કોઇકના મોઢે એવુ સાંભળ્યુ હશે કે તે વ્યક્તિ તો ખુબ સારી હતી, હંમેશા ખુશ રહેતી, હસતી રહેતી. આખરે તેણે આવુ પગલું કેવી રીતે ભરી લીધું.
આવા કિસ્સાઓ Smiling Depressionની ચરમસીમાએ હોય છે. વ્યક્તિ બહારથી ખુબ ખુશ દેખાય છે, સતત હસતા રહેવાની કોશિશ કરે છે, પરંતુ તેની અંદર બીજું જ કંઇક હોય ચાલતુ હોય છે. સામાન્ય ધારણા છે કે ડિપ્રેશનનો મતલબ છે રડવુ, એકાંતમાં રહેવુ, બુમો પાડવી, ગુસ્સો કરવો, પરંતુ એ વાત પણ સમજવી જરૂરી છે કે ખિલેલો ચહેરો પણ ડિપ્રેશનનો શિકાર હોઇ શકે છે.
Smiling Depressionના લક્ષણો
- આ પ્રકારના ડિપ્રેશનને ઓળખવુ મુશ્કેલ છે, પરંતુ જ્યારે મનમાં ઉદાસી આવે, વ્યક્તિ કોઇ વાતમાં રસ ન દાખવે, જલ્દી થાકી જાય. વ્યક્તિ રોજિંદા કામ તો કરે, પણ તેમાં રુચિ ન હોય. હંમેશા થાક જેવું ફીલ થતુ હોય, કોઇ કામ અધુરૂ છોડી દેવાતુ હોય. હંમેશા માથુ દુખતુ રહેતુ હોય તો આ બાબત પર ધ્યાન આપો.
- ડિપ્રેશનની શિકાર વ્યક્તિના દિમાગમાં સેરોટોનિનની માત્રા ઘટી જાય છે. ત્યારપછી આપણે બીજા લોકો સાથે ખુદની તુલના કરવા લાગીએ છીએ. આપણે એવું માની લઇએ છીએ કે આપણે આપણી આસપાસના લોકોમાં સૌથી ખરાબ છીએ. તમે તમારા સારા અને ખરાબ સમયની તુલના કરવા લાગો છો. આવી પરિસ્તિતિમાં તમારી આસપાસના લોકો સાથે વાત કરો અને ખુદને મહેસુસ કરાવો કે બધુ સારુ થઇ શકે છે.
- કેટલાક લોકો માટે તેમની ઇમેજ મહત્ત્વની હોય છે, તેથી તેઓ ઇચ્છતા નથી કે કોઇ તેમના માટે સહાનુભુતિ દર્શાવે. તેથી તેઓ હસતા રહે છે. ડિપ્રેશનનું સૌથી મોટુ કારણ એ છે કે આપણે સ્વીકારી શકતા નથી કે આપણે નબળા પડી શકીએ છીએ. આસપાસના લોકો કે આપણા મિત્રો શું કહેશે કે શું વિચારશે તે વાત આપણને પરેશાન કરે છે અને આપણે આપણા ડિપ્રેશન અંગે કોઇને વાત કરતા નથી. આવી સ્થિતિમાં વ્યક્તિને આત્મહત્યાના વિચારો આવવા લાગે છે.
ડિપ્રેશનનો ઇલાજ શક્ય, માત્ર આગળ આવો
આપણે એ વાત સમજી શકતા નથી કે ડિપ્રેશનની જાણ થયા બાદ આગામી સ્ટેપ શું હશે. જરૂરી છે કે તેની જાણ થાય પછી પહેલા તો સ્વીકાર કરવાની હિંમત એકઠી કરો. એ વ્યક્તિને તમારી સ્થિતિ અંગે વાત કરો જેની પર તમને સૌથી વધુ ભરોસો છે. ઘણી થેરેપી અને દવાઓ પણ છે જેના કારણે ડિપ્રેશન ખતમ થઇ શકે છે.
મદદ માટે આટલુ કરો
જો તમારી આસપાસ કોઇ વ્યક્તિ એવી હોય જે Smiling Depressionનો શિકાર હોય તો પ્લીસ તેની મદદ કરો. તેને સહજ અનુભુતિ કરાવો અને તેને વિશ્વાસ અપાવો કે તેની સ્થિતિ જાણીને તેને જજ કરવામાં નહીં આવે. આ સ્થિતિમાંથી બહાર આવવા માટે કોઇનો ભરોસો જીતવો સૌથી વધુ જરૂરી છે.
આ પણ વાંચોઃ ખાલી પેટ આ વસ્તુઓનું સેવન કરવાથી શરીર રહેશે એકદમ ફિટ