ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

પાકિસ્તાનમાં મૃત છોકરીઓની કબર પર તાળું! કારણ જાણીને ચોંકી જશો

  • પાકિસ્તાનમાં કબરમાં પણ સુરક્ષિત નથી મહિલાઓ!
  • પાકિસ્તાનમાં મૃત મહિલાઓની કબર પર લગાવાય છે તાળું! 
  • પાકિસ્તાનમાં મૃતકોને કબરમાં પણ નથી મળતો આરામ
  • પાક.માં મૃત છોકરીઓની કબર પર તાળું કેમ લગાવાય છે? વાંચો આ અહેવાલ 

પાકિસ્તાનમાંથી માનવતાને શર્મશાર કરતી બાબત સામે આવી છે. અહીં કેટલાક પરિવારોએ પોલીસને ફરિયાદ નોંધાવી છે. આ પરિવારોનો આરોપ છે કે તેમના પરિવારની મહિલાઓના મૃતદેહોને કબરમાંથી બહાર કાઢીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટના બન્યા પછી પાકિસ્તાનમાં મૃત મહિલાઓની કબર પર લોખંડનો દરવાજો અને તાળું લગાવવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાનમાં મૃતકોને કબરમાં પણ આરામ નથી મળતો

શું ખરેખર ભયંકર કળિયુગ આવી ગયો છે? તેથી જ લાગી રહ્યું છે કે પાકિસ્તાનમાં મૃતકોને કબરમાં પણ આરામ મળતો નથી. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે પાકિસ્તાનમાં વાસનાના ભુખ્યા લોકોએ જાતીય આનંદ માટેની એવી રીત અજમાવી છે કે તેણે ખરેખર માનવતાને શર્મશાર કરી દીધી છે. વાસનામાં અંધ બની ગયેલી વિકૃત માનસિકતાવાળા અજાણ્યા શખ્સોએ થોડા દિવસ પહેલા દફનાવવામાં આવેલી મહિલાની લાશને બહાર કાઢી તેની સાથે દુષ્કર્મ કર્યુ હતુ. ત્યાર બાદ આ ઘટનાને લઈને પરિવારજનોમાં આક્રોશ ફાટી નિકળ્યો છે.

કબર પર લોખંડનો દરવાજો અને તાળું!

પાકિસ્તાનમાં ભુતકાળમાં પણ આ પ્રકારના શેતાની કૃત્યોના ઘણા કિસ્સા સામે આવ્યા છે. આવી ઘટનાઓ પછી કેટલાક લોકોએ યુવાન મૃત યુવતીઓ અને મહિલાઓના મૃતદેહોને બચાવવા માટે કબર પર લોખંડના દરવાજા લગાવીને એના પર તાળા લગાવવાનું શરૂ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરિવારના સભ્યો પણ આવી કબરોની સુરક્ષા માટે નજર રાખે છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં લોકો મૃત મહિલાના શરીર પર વધુમાં વધુ મીઠું નાખે છે, જેથી તે ઝડપથી ઓગળી જાય. કરાચી અને અન્ય શહેરોમાં પણ આવા કિસ્સાઓ સામે આવ્યા છે. થોડા સમય પહેલા સિંધ પ્રાંતના એક ગામમાં 14 વર્ષની બાળકીના મૃતદેહ પર એક નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો. તે પહેલા એક આરોપીએ મહિલાની લાશને કબરમાંથી બહાર કાઢીને ક્રૂરતા આચરી હતી. પાકિસ્તાનમાં અવાર-નવાર આવા કિસ્સાઓ બની રહ્યા છે.

પાકિસ્તાનમાં મૃત છોકરીઓની કબર પર તાળું!

48 મૃત મહિલાઓ પર બળાત્કાર!

તાજેતરમાં પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થયો હતો. જેમાં એક રિપોર્ટર એક છોકરાને કેટલાક પ્રશ્નો પૂછતો જોવા મળે છે. રિપોર્ટર તેને તેનું નામ અને ઉંમર પૂછે છે અને તે પછી તેની ક્રૂરતાની કબૂલાત શરૂ થાય છે. વાસ્તવમાં, મોહમ્મદ રિયાઝ(27 વર્ષ) નામનો આ છોકરો કબ્રસ્તાનમાં 16-17 વર્ષથી રખેવાળની નોકરી કરતો હતો. કબરમાં દફનાવવામાં આવેલી 48 છોકરીઓ પર તેણે બળાત્કાર કર્યો હોવાનું તેણે રિપોર્ટર સામે સ્વીકાર્યુ હતું. આમાં તેનો મિત્ર પણ સામેલ હતો. બંન્ને અત્યારે જેલમાં છે.

મૌલાના રશીદે ઘટનાઓની કરી નિંદા

જમીયત ઉલામ-એ-ઈસ્લામ પાકિસ્તાનના મૌલાના રશીદે આવા ઘટનાઓની નિંદા કરતા કહ્યું, ‘પોતાના સમગ્ર જીવન દરમ્યાન મહિલાઓ પોતાને શેતાન અને ખરાબ નજર રાખવાવાળાઓથી બચાવતી રહે છે, પરંતુ હવે આ મામલો તેમની કબર સુધી પહોંચી ગયો છે, જે ખુબ જ ભયાનક અને દેશ માટે શરમજનક બાબત છે. આવા લોકોએ નરકની આગમાં સળગવું પડશે. આવા રાક્ષસસોને આકરી સજા થવી જોઈએ. અત્યારે સ્થાનિક પોલીસ અને સમાજના જાગૃત લોકોએ પણ આવી બાબતો અંગે ચિંતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: લો બોલો ! હવે પાકિસ્તાનીઓ પણ કહી રહ્યા છે – મોદી હૈ તો મુમકીન હૈ…

Back to top button