ટ્રેન્ડિંગધર્મ

વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ક્યારે? આટલું રાખજો ધ્યાન

Text To Speech
  • 5 મે, 2023 શુક્રવારે સાંજે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ
  •  139 વર્ષ બાદ બુદ્ધ પુર્ણિમા પર લાગી રહ્યું છે ચંદ્રગ્રહણ
  • ભારતમાં નહીં દેખાય, તેથી સુતકકાળ પણ માન્ય નહીં

વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 5 મે, 2023 શુક્રવારે સાંજે લાગવા જઇ રહ્યું છે. ચંદ્રગ્રહણ ત્યારે લાગે છે જ્યારે ચંદ્રમા અને સુર્યની વચ્ચે પૃથ્વી આવી જાય છે. આ વખતે ચંદ્રગ્રહણ અત્યંત ખાસ છે, કેમકે આ ગ્રહણ 139 વર્ષ બાદ બુદ્ધ પુર્ણિમા પર લાગી રહ્યું છે. ધાર્મિક રીતે જોઇએ તો ગ્રહણની ઘટનાને અશુભ માનવામાં આવે છે.

વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ક્યારે? આટલું રાખજો ધ્યાન hum dekhenge news

5 મે, 2023ના રોજ પડનારું ચંદ્રગ્રહણ એક પેનુમબ્રલ એટલે કે ઉપચ્છાયા ચંદ્રગ્રહણ હશે. જે ભારતમાં નહીં દેખાય. તેથી સુતકકાળ પણ માન્ય નહીં હોય. જોકે આ ચંદ્રગ્રહણ યુરોપ, મધ્ય એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એટલાન્ટિક, હિંદ મહાસાગર અને એન્ટાર્કટિકા જેવી જગ્યાઓ પર જોવા મળશે. ભારતીય સમયાનુંસાર આ ચંદ્રગ્રહણ આ દેશોમાં રાતે 8.44 મિનિટથી લઇને મધ્ય રાત્રિએ લગભગ 1.20 મિનિટ સુધી રહેશે.

વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ક્યારે? આટલું રાખજો ધ્યાન hum dekhenge news

ચંદ્રગ્રહણ દરમિયાન ન કરશો આ કામ

  • ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓ ઘરની બહાર ન નીકળે
  • ગ્રહણના સમય દરમિયાન ભોજન ન કરો.
  • પૂજા પાઠ પણ ગ્રહણ દરમિયાન વર્જિત માનવામાં આવે છે.
  • કોઇ સુમસામ જગ્યા કે સ્મશાન પાસે ન જવુ જોઇએ. કેમકે આ દરમિયાન નકારાત્મક શક્તિઓ તાકાતવર હોય છે.
  • ગ્રહણ દરમિયાન કોઇ નવા કામની શરૂઆત ન કરો.

આ પણ વાંચોઃ શું તમારી પત્ની તમારાથી ગુસ્સે છે? તો ફોલો કરો આ ટીપ્સ

Back to top button