બનાસકાંઠા : અમીરગઢના ગંગાસાગર પાટિયા પાસે ચાલકે સ્ટેરીંગનો કાબુ ગુમાવ્યો ને ‘ ટ્રેલર રોડની સાઈડમાં પલટ્યું
પાલનપુર : અમીરગઢના ગંગાસાગર પાટિયા નજીક રાજસ્થાન તરફથી આવી રહેલા એક ટ્રેલર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેલર રોડની સાઈડમાં પલટી ગયું હતું. જેથી અકસ્માત થયો હતો. જેમાં ટ્રેલર ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજસ્થાન તરફથી એક ટ્રેલર ચાલક સિમેન્ટ ભરી પાલનપુર તરફ જઈ રહ્યો હતો. દરમિયાન અમીરગઢના ગંગાસાગર પાટિયા નજીક હાઇવે પર ગાડી ચાલકે અચાનક બ્રેક મારી હતી. ત્યારે ટ્રેલર ચાલકે ગાડીને બચાવવા જતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતું. જેના કારણે ટ્રેલર રોડની સાઈડમાં ઉતરી જતા પલટી ખાઈ ગયું હતું. જેથી અકસ્માત સર્જાયો હતો. રોડની સાઈડમાં ટ્રેલર પલટી મારતા જ આજુબાજુના સ્થાનિક લોકો તત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યાં હતા અને ટ્રેલર ચાલકને સામાન્ય ઈજા પહોંચતા બહાર કાઢી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ઈનામી આરોપી ઝડપાયો : વેશ બદલી ફરવામાં માહેર હતો, રાજસ્થાનના દુષ્કર્મ કેસના ફરાર આરોપીને ડીસા પોલીસે પકડ્યો