ઉત્તર ગુજરાતગુજરાતવિશેષ

બનાસકાંઠા : થરાદ નર્મદા કેનાલ એક મહિનો રહેશે બંધ

Text To Speech
  • નર્મદા મેઇન કેનાલ રીપેરીંગ અને લીકેજ બંધ કરવા માટે લેવાયો નિર્ણય
  • તા.૧ લી મે થી બે તબક્કામાં એક મહિનો બંધ રહેશે

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલ આવતા જિલ્લાના સરહદી વિસ્તારમાં પશુ પાલન અને કૃષિને મોટો ફાયદો થયો છે. આ વિસ્તાર માં કેનાલના કમાન્ડ એરિયામાં હવે ખેડૂતો સીઝન પ્રમાણે વિવિધ પાકો લઈ શકે છે. ત્યારે આ વિસ્તાર માટે નર્મદા કેનાલ ખરેખર જીવાદોરી સમાન છે. આ કેનાલના લિકેજને બંધ કરવા માટે અને પાણી વેડફતું રોકવા માટે રિપેરિંગ કામગીરી માટે એક માસ માટે આ કેનાલ બંધ કરવામાં આવનાર છે.


થરાદ નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા મેઇન કેનાલ રીપેરીંગ તથા લીકેજ થતું બંધ કરવા માટે આગામી તા.૧ મે થી તા.૧૫ મે ‘૨૩ તથા તા.૧૫ જૂન થી તા.૩૦ જૂન ‘૨૩ સુધી એમ બે તબક્કે બંધ રહેનાર છે. આ સમય દરમિયાન થરાદના નગરજનોને પાણીની સમસ્યા ન થાય તે માટે નગરપાલિકા દ્વારા ૨- ટ્યુબવેલ તથા ૫ જેટલાં શેલો બોર( ઓછી ઉંડાઇના-૧૦૦ ફુટ સુધીના) બનાવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમ છતાં કેનાલ જેટલો જથ્થો ઉપલબધ્ધ થઇ શકશે નહીં. આથી થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઇ માળીએ નગરજનોને જણાવ્યું છે કે, કોઇએ પાણીનો બગાડ કરવો નહીં. નળ ખુલ્લા રાખવા નહીં કે મોટર દ્વારા પાણી ખેંચવું નહીં. પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવો તથા આંતરા દિવસે પાણી આપવામાં આવશે. જોકે ઉનાળા ના દિવસો ચાલી રહ્યા છે. ત્યારે એક મહિના માટે નર્મદાની મેઈન કેનાલ બંધ રહેવાની હોવાથી થરાદના શહેરીજનોએ પાણીનો વપરાશ કરકસરપૂર્વક કરવો અનિવાર્ય બન્યો છે.

આ પણ વાંચો : બનાસકાંઠા: ગ્રામજનો અને લીઝ ધારકોની સામસામે ફરિયાદ : ડીસામાં ગેરકાયદેસર ખોદકામના પગલે એસપી, મામલતદારની ટીમો તાલેપુરા પહોંચી

Back to top button