ઉત્તર ગુજરાતગુજરાત

કંપારી છોડાવી દેનારી ઘટના : અમીરગઢ હાઈવે પર હીટ એન્ડ રન, યુવકનું મોત, આખી રાત વાહનો પસાર થતા મૃતદેહના ટુકડા થઈ ગયા

Text To Speech

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ હાઈવે પર કંપારી છોડાવી દેનારી અકસ્માતની એક ઘટના બની છે. રાત્રિના સમયે પગપાળા જઈ રહેલા એક યુવકનું હીટ એન્ડ રનમાં અજાણ્યા વાહનની ટક્કરે મોત થયા બાદ તેના પરથી આખી રાત વાહનો પસાર થતા લાશના ટુકડા થઈ ગયા હતા. પોલીસે આ મામલે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠાના અમીરગઢ તાલુાકના ખુણીયા નાળાવાસ પાસે રહેતા કાંતિભાઈ ખોખરિયા નામનો 38 વર્ષીય યુવક ગઈકાલે પાલનપુર મજૂરી કામ માટે ગયો હતો. ત્યારબાદ રાત્રિના સમયે પોતાના ઘરે પરત ફરતી વેળાએ અમીરગઢ હાઈવે પર કોઈ અજાણ્યા વાહનના ચાલકની ટક્કરે મોત નિપજ્યું હતું. અજાણ્યા વાહનનો ચાલક તો અકસ્માત સર્જી ઘટનાસ્થળેથી નાસી છૂ્ટયો હતો. પરંતુ, રાત્રિ દરમિયાન અન્ય વાહનચાલકોને પણ કાંતિભાઈનો મૃતદેહ નજરે પડ્યો ન હતો. આખી રાત મૃતદેહ પરથી વાહનો પસાર થતા રહ્યા હતા. બુટ, ટીશર્ટ અને હાથમાં પહેરવાના કડાથી મૃતદેહની ઓળખ કાંતિભાઈ ખોખરિયા ગતરાત્રિએ પોતાના ઘરે પરત ફર્યા ન હોવાના કારણે તેમના પરિવારજનો ચિંતિત હતા. કાંતિભાઈના ભાઈ સવાભાઈ આજે મજૂરી અર્થે સવારે નીકળ્યા ત્યારે હાઈવે પર કોઈ અજાણી વ્યકિતનું અકસ્માતમાં મોત થયાનું માલૂમ પડતા તે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. ત્યારે લાશના ટુકડાઓની બાજુમાં પડેલા મૃતકના બુટ, ટીશર્ટ અને હાથના કડાને જોતા તે ભાંગી પડ્યા હતા. આ તમામ વસ્તુના આધારે તે લાશ પોતાના ભાઈ કાંતિભાઈની હોવાની ઓળખ કરી હતી.

લાશના ટુકડાઓનું પોટલું બાંધવું પડ્યું

કાંતિભાઈના મૃતદેહ પરથી આખી રાત દરમિયાન ભારે વાહનો પસાર થતા મૃતદેહના ટુકડા થઈ ગયા હતા. ભયાનક અકસ્માતની ઘટના જોઈ ઘટનાસ્થળ પર આવેલા તમામ લોકો ધ્રુજી ઉઠ્યા હતા. ત્યારબાદ મૃતદેહના ટુકડાઓ ભેગા કરી એક પોટલું બાંધવાની ફરજ પડી હતી. જે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યું હતું. પોલીસે આ મામલે અકસ્માત સર્જનારા અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : ભાવનગર : ડમી કાંડ મામલે જિલ્લા શિક્ષણાધિકારી એક્શમાં, વધુ એક શિક્ષક સામે કડક કાર્યવાહી

Back to top button