હરિયાણાની મેવાત ગેંગ ગુજરાતમાં હાલ સક્રિય થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હમણાં અમદાવાદના સોલામાં એક યુવકને અશ્લીલ વિડીયો બતાવી બ્લેકમાઈલ કરી 8 લાખ પડાવ્યા હતા ત્યારબાદ આરોપીઓ દ્વારા વધુ પૈસાની માંગણી કરતાં ભોગ બનાનર યુવકે બદનામીના ડરે અંતિમ પગલું ભર્યું હતું. પરિવારજનોને સમગ્ર મામલાની જાણ થતાં સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સોલા પોલીસે રાજસ્થાન, ભરતપુર બોર્ડર પરથી મેવાત ગેંગના બે આરોપીની ધરપકડ કરી હતી. મેવાત ગેંગની વાત કરવામાં આવે તો વર્ષ 2022 થી હરિયાણાના મેવાતમાં આ ગેંગ ઘણી સક્રિય બની છે. ગેંગનું મુખ્ય કામ શરૂઆતમાં સાયબર ફ્રોડ હતું જે બાદ અશ્લીલ વિડીયો બતાવી બ્લેકમાઈલ કરી પૈસા પડાવવાનું કામ શરૂ કર્યું છે. છેલ્લા ઘણા સમયથી આ ગેંગ ઘણી સક્રિય છે. હમણાં તાજેતરમાં મેવાતના 40 ગામોમાંથી 2 લાખ જેટલા ખોટા સીમ કાર્ડ બંધ કરવામાં આવ્યા હતા. તેના પરથી અંદાજ લગાવી શકાય છે આ ગેંગનું નેટવર્ક કેટલું મોટું છે. હાલમાં આ ગેંગ સૌથી વધુ દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્માં સક્રીય છે. આ ગેંગ હવે ગુજરાતમાં પણ સક્રિય થઈ છે ત્યારે આવા ફર્જી લોકોથી ચેતવાની જરૂર છે.
આ પણ વાંચો : Delhi : કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી કુસ્તીબાજોને મળવા જંતર-મંતર પહોંચ્યા
એવું કહેવાય છે કે જામતારા કરતાં પણ આ મેવાત ગેંગનું ખૂબ મોટું નેટવર્ક છે. છેલ્લા 2 વર્ષમાં આ ગેંગ ખૂબ જ સક્રિય બની છે, અત્યાર સુધીમાં કેટલાય લોકો આ ગેંગનો ભોગ બની ચૂક્યા છે. એટીએમ ફ્રોડ, સાયબર ફ્રોડ અને અશ્લીલ વિડીયો બનાવી બ્લેકમેલ કરવાનું આ ગેંગનું મુખ્ય કામ છે. જો તમને પણ કોઈપણ પ્રકારના શંકાસ્પદ નંબર પરથી ફોન, વ્હોટ્સઅપ પર વિડીયો, મેસેજ કે મોબાઈલ પર OTP આવે તો ચેતવાની જરૂર છે, તે કદાચ આ મેવાત ગેંગનું કારસ્તાન હોઈ શકે છે. જો આ પ્રાક્રનું કઈ પણ શંકાસ્પદ લાગે તો તેને નાની બાબત ન સમજી તરત જ નજીકના પોલીસ મથકમાં જાણ કરવી જોઈએ.