- કચ્છમાં ડ્રોનથી હથિયારો અને ડ્રગ્સ ઘુસાડયાની આશંકા
- 14 દિવસના રિમાન્ડ ગુજરાત એટીએસની ટીમે મેળવીને પુછપરછ કરી
- પાકિસ્તાનની ફિશિંગ બોટમાં જખૌના દરિયામાંથી 194.97 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
કચ્છમાં 194 કરોડના ડ્રગ્સ કેસમાં ટ્રાન્સફર વોરંટથી લોરેન્સ બિશ્નોઇની ધરપકડ કરીને 14 દિવસના રિમાન્ડ ગુજરાત એટીએસની ટીમે મેળવીને પુછપરછ કરી છે, જેમાં કેટલીક ચોંકવનારી વિગતો બહાર આવી છે. ગુજરાત એટીએસની ટીમ સાથે રો, સેન્ટ્રલ અને સ્ટેટ આઈબીના અધિકારીઓ, સીબીઆઈ અને એનઆઈએની ટીમ પણ લોરેન્સ બિશ્નોઇની પુછપરછ કરી રહી છે.
આ પણ વાંચો:
કરોડો રૂપિયાના ડ્રગ્સ ઘુસાડવામાં લોરેન્સ બિશ્નોઈની તપાસ
સૂત્રોએ જણાવ્યુ હતુ, બનાસકાંઠા અને કચ્છની સરહદ ઉપરથી કરોડો રૂપિયાના ડ્રગ્સ ઘુસાડવામાં લોરેન્સ બિશ્નોઈની તપાસ ચાલી રહી છે. કુખ્યાત લોરેન્સ બિશ્નોઇએ પંજાબ, જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનમાં ડ્રોન દ્વારા હથિયારો અને ડ્રગ્સ મોટાપાયે ઘુસાડયુ હતુ. આજ રીતે ગુજરાતમાં બનાસકાઠા અને કચ્છમાં ડ્રોન મારફતે હથિયારો અને ડ્રગ્સ ઘુસાડયું હોવાની આશંકા હોવાથી આ દિશામાં પણ તેની પુછપરછ ચાલી રહી છે. જો કે, સત્તાવાર રીતે એટીએસના કોઈ અધિકારી બોલવા તૈયાર નથી.
આ પણ વાંચો: AAPના વિધાનસભાના ઉમેદવારની મુશ્કેલીઓ વધી, ફાયરિંગ કેસમાં ભરાયા
અન્ય આરોપી મિરાજ અને ઓબોના સાથે કેવી રીતે સંપર્કમાં આવ્યો
લોરેન્સ બિશ્નોઇને હેરોઈનનો જથ્થો ખરેખર પાકિસ્તાનથી કોણે મોકલાવેલો હતો તે અંગે પુછપરછ ચાલી રહી છે. હેરોઈન જથ્થાને ડિલિવરી લેવા ગુજરાતના દરિયામાં કોણ લેવા આવવાના હતા. હેરોઈનના જથ્થાની ડિલિવરી કયા કરવાની હતી. પંજાબની જેલમાં હોવા છતાં અન્ય આરોપી મિરાજ અને ઓબોના સાથે કેવી રીતે સંપર્કમાં આવ્યો. આ ગુનામાં વાપરેલો મોબાઈલ ફોન જેલમાં કેવી રીતે મળ્યો તથા મોબાઇલ અને સીમકાર્ડ મેળવવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેલમાં રહી પાકિસ્તાનથી કે બીજા કોઈ દેશમાંથી દરિયાઈ માર્ગે હિરોઈનનો જથ્થો ગુજરાતમાં મંગાવી તેના માણસોને કોને ડિલિવરી કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય તથા આંતરરાજ્ય ડ્રગ રેકેટમાં આ ગુનામાં પકડાયેલા આરોપીઓ સિવાય બીજા કોણ સામેલ છે તેની પુછપરછ ચાલી રહી છે. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ કોઈ આતંકવાદી સંગઠનો સાથે સંડોવાયેલા આવેલા છે કે કેમ, ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઇનના ધંધામાંથી કોઈ મિલકત વસાવેલી છે કે તેની તપાસ ચાલુ કરી છે.
આ પણ વાંચો: ગુજરાત: નળ સે જળ યોજનાની કામગીરીમાં ગેરરીતી
પાકિસ્તાનની ફિશિંગ બોટમાં જખૌના દરિયામાંથી 194.97 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
ગુજરાત ATSએ સપ્ટેમ્બર 2022માં પાકિસ્તાનની ફિશિંગ બોટમાં જખૌના દરિયામાંથી 194.97 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ સાથે ડિલિવરી કરવા આવેલા પાકિસ્તાનના મોહમદશફી સિંધી, ઇમરાન સિંધી, મોહસીન શહેઝાદ સિંધી, જુહર કાઠિયાવાડી, મોહમ્મદ સોહેલ સિંધી અને કામરાન માઈગરની ધરપકડ કરી હતી. તમામ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, હેરોઈનનો જથ્થો પંજાબની જેલમાં રહેલા લોરેન્સ બિશ્નોઇએ પાકિસ્તાનથી અબ્દુલ્લા પાસે મંગાવ્યો હતો. અબ્દુલ્લા અને આ ગુનામાં વપરાયેલી બોટના માલિક જવિલ અહેમદે તેના ચાર માણસો મારફ્તે આ હિરોઈનનો જથ્થો પાકિસ્તાનના બલુચિસ્તાનના પસનીના દરિયા કિનારેથી ફઇબરની સ્પીડ બોટ મારફ્તે પાકિસ્તાની બોટા અલ તયાસામાં ભરાવ્યો હતો. આ જથ્થાની ડિલિવરી જખૌના દરિયામાં જુમ્મા કોલ સાઇનવાળી બોટમાં કરવાની હતી અને આ હિરોઈનના જથ્થાની ડિલિવરી લેવા લોરેન્સ બિશ્નોઇના કહેવાથી ચીફ્ ઓબોન્ના જે નાઈઝીરિયન નાગરિક છે અને મેરા ઉર્ફે મિરાજ રહેમાની જે બંને એનડીપીએસના ગુનામાં પંજાબની અમૃતસર તથા કપૂરથલ જેલમાં છે તથા સાઉથ આફરિકન મહિલા બોગાની થાનીલડે ઉફ્ર્ અનિતાના કહેવાથી પકડાયેલા આરોપીઓ સરતાજ મલિક અને મોહમ્મદશફી ગુજરાતમાં કાર સાથે આવતા પકડાઈ ગયા હતા.
આ પણ વાંચો: અમદાવાદના નવા પોલીસ કમિશનર માટે આ IPSના નામની ચર્ચા
હવે ગુજરાતમાં એન્ટી ડ્રોન સિસ્ટમ લવાશે
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ડ્રોન મારફતે હથિયારો અને ડ્રગ્સ પાકિસ્તાનથી મંગાવતો હોવાનું તપાસમાં સામે આવતા જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં એન્ટ્રી ડ્રોન સીસ્ટમનો અમલ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં કચ્છ અને બનાસકાંઠાની સરહદ ઉપરથી ડ્રોન મારફતે હથિયારો કે ડ્રગ્સ મંગાવવામાં આવ્યુ હતુ કે કેમ તેની પુછપરછ ચાલી રહી છે. જો ગુજરાતમાં ડ્રોનથી મદદથી હથિયારો અને ડ્રગ્સ મંગાવ્યાનું સામે આવતો આગામી દિવસોમાં એન્ટ્રી ડ્રોન સીસ્ટમ અમલમાં મુકવામાં આવે તેવી શકયતા છે.