ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : કાંકરેજમાં ગેરકાયદેસર નદીની રેતીનું ખનન કરતા ઝડપાયા, રૂ. અઢી કરોડની મુદ્દામાલ કબજે

Text To Speech
  • હિટાચી મશીન, ડમ્પર, ટ્રેક્ટર – ટ્રોલી કબજે કરાયા

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદીના પટમાંથી રેતીની ગેરકાયદેસર ચોરી અને ખનન કરી સરકારની તિજોરીને નુકસાન પહોંચાડતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કાંકરેજ તાલુકામાં SOG પાલનપુરની તપાસ ટીમ, સ્થાનિક શિહોરી પોલીસ અને જિલ્લા ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો હતો.

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મોટા જામપુર અને આંબલુણ ખાતે બનાસ નદી પટ વિસ્તારમાંથી અલગ અલગ સ્થળેથી ૩ એક્સકેવેટર મશીન, ૩ ડમ્પર તથા એક ટ્રોલી-ટ્રેક્ટર બિનઅધિકૃત રીતે સાદી રેતી ખનીજનું ખોદકામ/વહન કરવા બદલ પકડી પાડવામાં આવ્ય હતા.

ભૂસ્તર વિભાગ દ્વારા બિનઅધિકૃત ખનન/વહનમાં લેવાયેલ તમામ વાહનો સીઝ કરવામાં આવ્યા છે. જ્યારે તમામ વાહનો મળી કુલ બે કરોડ પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.

જેની વધુ આગળની કાર્યવાહી ભૂસ્તર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. તંત્ર ની આ કાર્યવાહીના પગલે ખનીજ માફીયાઓમાં ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : પાલનપુર એરોમા સર્કલની ચારે બાજુ 150 મીટર સુધી હવે ‘નો પાર્કિંગ ઝોન’

Back to top button