ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: નળ સે જળ યોજનાની કામગીરીમાં ગેરરીતી

  • નલ સે જલ યોજના હેઠળની કામગીરી અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત
  • કામગીરી કરી નહિં હોવા છતાં કામના નાણાંની ચુકવણી થઇ
  • આ બાબતે કલેકટરને પણ રજુઆત કરવામાં આવી હતી

પંચમહાલ જિલ્લાના ગોધરા સહિત તમામ તાલુકાઓમાં નળ સે જળ યોજનાની કામગીરીમાં થયેલ ગેરરીતીની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા અંગે જીલ્લા પંચાયતના દંડક દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છેકે જીલ્લાના કેટલાય ગામોમાં કામગીરી પૂર્ણ થઈ હોવા છતાં આજે પણ પાણી નળ સુધી પહોંચ્યું નથી અને બિલના ચુકવણું કરી દેવાયું છે. જયારે બીજી તરફ્ કામગીરી પણ જાણે શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે ગ્રામ્ય વિસ્તારોમાં પણ જાહેર જનતામાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં નકલી પોલીસનો ત્રાસ વધ્યો, સિનિયર સિટીઝન ટાર્ગેટ થયા 

નલ સે જલ યોજના હેઠળની કામગીરી અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત

પંચમહાલ જિલ્લા પંચાયતના દંડક અરવિંદસિંહ પરમાર દ્વારા જિલ્લામાં થયેલી નલ સે જલ યોજના હેઠળની કામગીરી અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવ્યા અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરા સહિત તમામ તાલુકાના ગામોમાં નળ સે જળ યોજનાની કામગીરી ખુબજ નબળી અને આયોજન વગરની ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીનું નલ સે જલ યોજનાના માધ્યમથી ગ્રામ્ય અંતરીયાળ વિસ્તારના રહીશોને શુધ્ધ પીવાનું પાણી ધર બેઠા અવિરત પણે મળી રહે એવું સ્વપ્ન છે. પરંતુ ગોધરા તાલુકાના ગામોમાં નલ સે જલ યોજના તદ્દન નિષ્ફ્ળ ગયેલી છે. જે અંગેના અહેવાલો પણ પ્રસિદ્ધ થયા છે.

આ પણ વાંચો: વડોદરામાં રોડ બનાવવાના કામોમાં ભ્રષ્ટાચાર થતાં ACBને સોંપાઈ તપાસ

કામગીરી કરી નહિં હોવા છતાં કામના નાણાંની ચુકવણી થઇ

ગ્રામજનોએ કરેલી રજુઆત મુજબ નલ સે જલ યોજના હેઠળમાં પ્રથમ પાણી આપવાનો સ્ત્ર્રોત નકકી કરવાનું હોય છે. જેની જગ્યાએ માત્ર પાઇપલાઇન નાંખી દેવામાં આવી છે અને પાણીના વહનનું ટેસ્ટીંગ પણ કર્યુ નથી, વાલ પણ મુકવામાં નથી. નિયમ મુજબ ત્રણ ફૂટ પાઇપલાઇન ઊંડી દબાવવામાં આવી નથી. નળની ચકલીઓ પણ તુટી ગયેલી છે અને હલકીકક્ષાની કામગીરી થઈ હોવાના આક્ષેપ કરાયા છે. વધુમાં કોન્ટ્રાકટરો દ્વારા યોજનાની ગાઇડલાઇન મુજબની કામગીરી કરી નહિં હોવા છતાં આ કામના નાણાંની ચુકવણી કરી દેવામાં આવી છે. નબળી કામગીરીના ફોટોગ્રાફ વાસ્મોના ના.કા.ઇ અને જવાબદાર કર્મચારીઓને મોકલી આપવામાં આવ્યા છે પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી કે સ્થળ તપાસ મુલાકાત લીધી નથી.

આ પણ વાંચો: AAPના વિધાનસભાના ઉમેદવારની મુશ્કેલીઓ વધી, ફાયરિંગ કેસમાં ભરાયા 

આ બાબતે કલેકટરને પણ રજુઆત કરવામાં આવી હતી

વધુમાં આ બાબતે કલેકટરને પણ રજુઆત કરવામાં આવી હતી. આ યોજનામાં ખોટા સરવે કરાયા છે અને હાલ તાલુકાના ગામો માં કોઇ નકકર કામગીરી થઇ નથી અને થવાની પણ નથી એવા આક્ષેપ સાથે આ યોજનાની સુચારૂ અમલવારી નહિં થાય તો ભવિષ્યમાં સંપૂર્ણ યોજના નિષ્ફ્ળ જશે જેથી આ બાબતે જરૂરી બેઠક બોલાવી હકકીતસભર અહેવાલ રજુ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા ખાસ ભલામણ કરવામાં આવી છે.તાજેતરમાં પાણી સમિતિની મીટીંગ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા બોર્ડ દ્વારા નલ સે જલ ની કામગીરી સને-2022 ની અંતતિ પુર્ણ થઇ ગઇ છે એમ જણાવવામાં આવ્યું હતું પરંતુ જિલ્લાના કોઇપણ ગામમાં હાલ આ નલ સે જલ યોજના સંર્પૂણ કાર્યરત નથી. જેથી આ યોજનાના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાકટરોએ કાગળ ઉપર દર્શાવી કામો પુર્ણ બતાવ્યા છે. ત્યારે યોજનાની વિજીલન્સ તપાસ કરાવી નિયમોનુસારની કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી છે.

Back to top button