ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘બ્રજ ભૂષણ સિંહ વિરુદ્ધ 40 કેસ, હું તમને યાદી આપીશ’- કપિલ સિબ્બલનું SCમાં નિવેદન

જંતર-મંતર પર ભારતીય કુસ્તીબાજો બ્રજ ભૂષણ સિંહનો વિરોધ કરી રહ્યા છે. આજે સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસે કહ્યું કે તેઓ એફઆઈઆર દાખલ કરવા માટે તૈયાર છે. સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે કોર્ટને જણાવ્યું કે બ્રજ ભૂષણ સિંહ વિરુદ્ધ 40 કેસ નોંધાયેલા છે.

જંતર-મંતર પર ભારતીય કુસ્તીબાજો વિરોધ કરી રહ્યા છે. આને લઈને ઘણું રાજકારણ પણ થઈ રહ્યું છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આજે દિલ્હી પોલીસે કોર્ટને કહ્યું કે તે ભારતીય કુસ્તી મહાસંઘના વડા અને કૈસરગંજના સાંસદ બ્રજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ FIR દાખલ કરશે. કપિલ સિબ્બલ કુસ્તીબાજો વતી દલીલ કરી રહ્યા છે. તેમણે આજે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે બ્રજ ભૂષણ સિંહ વિરુદ્ધ 40 કેસ નોંધાયેલા છે. જેની યાદી હું સુપ્રીમ કોર્ટને આપીશ.

ભારતીય કુસ્તીબાજોએ બ્રજ ભૂષણ પર ગંભીર આરોપ લગાવ્યા છે. બજરંગ પુનિયા કુસ્તીબાજો સાક્ષી મલિક અને વિનેશ ફોગટ સાથે જંતર-મંતર પર ઉપવાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી બ્રજ ભૂષણ જેલમાં નહીં જાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે. 2012થી કૈસરગંજ એમપી રેસલિંગ ફેડરેશનના પ્રમુખ છે. બાબરી ધ્વંસ કેસમાં પણ તેમનું નામ સામે આવ્યું હતું. તેઓ છ વખત સાંસદ રહી ચૂક્યા છે.

FIRને લઈ બ્રજ ભૂષણનું નિવેદન

જાન્યુઆરીમાં આ મામલો પ્રથમ વખત પ્રકાશમાં આવ્યો

આ મામલો પ્રથમ જાન્યુઆરીમાં પ્રકાશમાં આવ્યો હતો. ભારતીય કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ પર જાતીય અને માનસિક શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ રમત મંત્રાલયે કુસ્તીબાજો સાથે વાત કરી અને એક કમિટી બનાવવામાં આવી. પરંતુ ત્રણ મહિના બાદ પણ કુસ્તીબાજોને કમિટી તરફથી કોઈ રિપોર્ટ ન મળતા તેઓ વિરોધ કરવા બેસી ગયા હતા. જોકે બ્રજભૂષણ અને આરોપો વચ્ચે જૂનો સંબંધ છે. સોશિયલ મીડિયા પર તમને તેના ઘણા વીડિયો પણ જોવા મળશે. ક્યારેક મીડિયાના સાથીદારો સાથે ધક્કા-મુક્કી તો ક્યારેક સ્ટેજ પર યુવકને થપ્પડ મારી. તેમની સામેના કેસમાં લૂંટ, હત્યાનો પ્રયાસ, યુપી ગેંગસ્ટર એક્ટ, આર્મ્સ એક્ટનો સમાવેશ થાય છે.

વિવાદો સાથે જૂનો સંબંધ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રજભૂષણ વિરુદ્ધ અયોધ્યામાં 17, નવાબગંજમાં 8, ફૈઝાબાદમાં 12 અને દિલ્હીમાં એક કેસ નોંધવામાં આવ્યો છે. તેમના પર IPCની ઘણી કલમો લગાવવામાં આવી છે. છેલ્લા પાંચ દિવસથી કુસ્તીબાજો ધરણાસ્થળે બેઠા છે. બ્રજ ભૂષણ શરણ સિંહ તેમના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવી રહ્યા છે. જોકે હવે મામલો સુપ્રીમ કોર્ટમાં છે. દિલ્હી પોલીસ એફઆઈઆર નોંધવા માટે તૈયાર થઈ ગઈ છે. આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. AAP પાર્ટીના નેતાઓ વિરોધ સ્થળ પર પહોંચીને કુસ્તીબાજોની માંગને સમર્થન આપી રહ્યા છે.

Back to top button