ગુજરાતટોપ ન્યૂઝ

AAPના વિધાનસભાના ઉમેદવારની મુશ્કેલીઓ વધી, ફાયરિંગ કેસમાં ભરાયા

Text To Speech
  • અંકુર પટેલ સહિત બે સામે ગુનો દાખલ કરવામાં આવ્યો
  • વીડિયો 22 મહિના બાદ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો
  • લાઇસન્સ વાળી રિવોલ્વર સાથે અફ્ઝલ પઠાણની ધરપકડ કરાઈ

અંકલેશ્વર આમ આદમી પાર્ટીના વિધાનસભાના ઉમેદવાર અંકુર પટેલની મુશ્કેલીઓ ફરી વધી છે. લાયસન્સ વાળી રિવોલ્વરથી 22 મહિના પહેલા મિત્રએ હવામાં કરાયેલા ફાયરિંગમાં SOG એ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચો: વડોદરામાં રોડ બનાવવાના કામોમાં ભ્રષ્ટાચાર થતાં ACBને સોંપાઈ તપાસ

વીડિયો 22 મહિના બાદ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો

અંકલેશ્વરના ગડખોલ ગામે રહેતા અંકુર પટેલ પાસે 2016થી 32 બોરની લાયસન્સ વાળી રૂા. 75 હજારની રિવોલ્વર છે. જૂન 2021ની રાતે કોસમડી નજીક AAP ઉમેદવાર અંકુર પટેલના માતંગી પેટ્રોલિયમ પર તેઓ નિકોરાના મિત્ર અફ્ઝલ ખાન, યોગેશ, જીજ્ઞેશ, ચિરાગ સાથે બેઠા હતા. ત્યારે શોખ ખાતર અફ્ઝલ ખાન ફ્ઝલખાન પઠાણે શોખ ખાતર રિવોલ્વર લઈ હવામાં એક રાઉન્ડ ફયરિંગ કર્યું હતું. જેનો વીડિયો 22 મહિના બાદ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં નકલી પોલીસનો ત્રાસ વધ્યો, સિનિયર સિટીઝન ટાર્ગેટ થયા 

અંકુર પટેલ સહિત બન્ને સામે ગુનો નોંધ્યો

ભરૂચ SOGએ જાતે ફરિયાદી બની અફ્ઝલ પઠાણ અને અંકુર પટેલ સામે હવામાં ફાયરિંગ કરી બીજાની જિંદગી જોખમમાં મુકવા બદલ ગુનો દાખલ કર્યો છે. લાયસન્સ વાળી રિવોલ્વર સાથે અફ્ઝલ પઠાણની ધરપકડ કરવામાં આવી છે. 2021માં પેટ્રોલપંપ પર રિવોલ્વરમાંથી હવામાં કરાયેલ એક રાઉન્ડ ફાયર સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા SOGએ ફરિયાદી બની અંકુર પટેલ સહિત બન્ને સામે ગુનો નોંધ્યો હતો.

Back to top button