શુક્રનું ગોચરઃ જાણો કઇ રાશિને આપશે શુભ પરિણામ
- શુક્રનું થશે મિથુન રાશિમાં ગોચર
- મેષથી લઇને મીન સુધીની રાશિ પ્રભાવિત
- મિથુન રાશિને મળશે સૌથી સારા પરિણામ
શુક્ર ગ્રહના રાશિ પરિવર્તનથી મેષથી લઇને મીન સુધીની રાશિઓ પ્રભાવિત થાય છે. હવે 2 મે 2023, મંગળવારના રોજ બપોરે 1.49 વાગ્યે શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે. શુક્ર ગ્રહની કૃપાથી જાતકને જીવનમાં સુખ-સુવિધાઓ પ્રાપ્ત થાય છે. જાણો શુક્રના મિથુન રાશિમાં આવવાથી કઇ રાશિના જાતકોને લાભ થશે.
મેષ રાશિ
શુક્ર મિથુન રાશિમાં પ્રવેશતા મેષ રાશિના જાતકોને લાભ થશે. આ દરમિયાન તમે તમારા મિત્રો અને પરિવારજનો સાથે સારો સમય વિતાવી શકો છો. લવ લાઇફ સારી રહેશે. મે મહિનામાં તમારી આવકના નવા સાધન પ્રાપ્ત થશે. વેપાર માટે પણ આ સમય શુભ રહેવાનો છે.
મિથુન રાશિ
શુક્રનું ગોચર મિથુન રાશિમાં થઇ રહ્યું છે. શુક્રના મિથુન રાશિમાં આવવાથીઆ રાશિના જાતકોની કાર્યશૈલીમાં સુધારો આવશે. દરેક વ્યક્તિ તમારા વ્યક્તિત્વ તરફ આકર્ષિત થશે. આ સમયગાળામાં સંતાનો તરફથી સુખદ સમાચાર મળી શકે છે. વેપારમાં ફાયદો થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે શુક્રનું મિથુન રાશિમાં પ્રવેશવું લાભકારી માનવામાં આવે છે. કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદ મળશે. તમારા કામની પ્રશંસા થશે. કોમ્પિટીટીવ એક્ઝામની તૈયારી કરનાર જાતકોને શુભ પરિણામ મળી શકે છે. લવ લાઇફ સારી રહેશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકોને આ સમયગાળામાં ધનલાભ થઇ શકે છે. આ દરમિયાન તમને પૈતૃક સંપતિ મળવાના પણ યોગ છે. લાંબા સમયથી અટકેલુ ધન પાછુ મળી શકે છે. યાત્રા કરવાનું લાભકારી સાબિત થઇ શકે છે. તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે.
આ પણ વાંચોઃ Ayodhya : ભવ્ય રામ મંદિરમાં ભગવાનનો અભિષેક થશે આ તારીખે, ‘સૂર્ય તિલક’ છે ખાસ !