આજે સીતા નવમી, રવિયોગઃ એક સાથે થશે શનિ અને રવિની પૂજા
- આજે સીતા નવમીની સાથે શનિ અને રવિ બંનેની પૂજાના યોગ
- આ યોગમાં પુજા કરવાથી અનેક સમસ્યાઓનું સમાધાન થાય છે.
- કુંડળીમાં શનિ દોષ હોય તો આ યોગમાં સુર્ય અને શનિના ઉપાયો કરો.
આજે એટલે કે 29 એપ્રિલ શનિવારના રોજ સીતા નવમી છે. સીતા નવમી વૈશાખ સુદ નોમના દિવસે આવે છે. આજે શનિદેવની પૂજા સાથે રવિયોગ પણ હોવાના કારણે આ દિવસે માતા સીતાની પુજા સાથે સાથે શનિ અને સુર્યની પૂજા પણ થશે. પંચાંગ અનુસાર 29 એપ્રિલે બપોર બાદથી રવિયોગ શરૂ થઇ રહ્યો છે. આજે 12.47 મિનિટથી રવિયોગ રહેશે. આ યોગ 30 એપ્રિલ સવારે 5.05 વાગ્યે પુરો થશે.
એવી માન્યતા છે કે આ યોગમાં પુજા કરવાથી અનેક પ્રકારની સમસ્યાઓનું નિવારણ થાય છે. ખાસ કરીને કુંડળીમાં સુર્ય અને શનિ દોષ હોય તો આ યોગમાં સુર્યના ઉપાયો અને શનિના ઉપાયો વિશેષ ફળ આપે છે.
એવું કહેવાય છે કે જે દિવસે રવિયોગ હોય છે તે દિવસ સુર્ય ખુબ પ્રભાવશાળી હોય છે. તેથી આ યોગમાં કરાયેલા કાર્યો સફળ રહે છે. આ યોગમાં કામ બગડતા નથી. આ દિવસે સુર્યના પ્રભાવોને ઘટાડવા માટે ઘઉંનું દાન અને સુર્યને જળ અર્પિત કરવુ જોઇએ.
શનિ દોષને ઘટાડવા માટે કાળા તલનું દાન કરો. 29 એપ્રિલના રોજ માતા સીતાનો જન્મોત્સવ છે તે સીતા નવમી કે જાનકી નવમીના નામથી ઓળખાય છે. માતા સીતાને પણ જાનકીના નામથી ઓળખવામાં આવે છે. સીતા નવમી પર વ્રત પણ રાખવામાં આવે છે. આ દિવસે વ્રત કરવાનું ઘણું મહત્ત્વ હોય છે. ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે આ વ્રત રાખે છે.
આ પણ વાંચોઃ આ કારણે છોકરીઓ બની શકતી નથી ‘આદર્શ વહુ’