ગુજરાતદક્ષિણ ગુજરાત

અમરેલી ST વિભાગ દ્વારા વવિધ જગ્યાઓ માટે એપ્રેન્ટીસની ભરતી, જાણો વધુ વિગતો

Text To Speech
  • GSRTC-અમરેલીમાં એપ્રેન્ટીસની ભરતી
  • ઉમેદવારો તા.17 મે સુધીમાં કરી શકશે અરજી
  • ઈચ્છુક ઉમેદવારોએ ફરજિયાત કરવું પડશે ઓનલાઈન રજીસ્ટ્રેશન

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, અમરેલી ખાતે એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ આગામી તા. 5 મે 2023 થી તા.17 મે 2023 સુધીમાં અરજી કરી શકે છે. અમરેલી વિભાગ હેઠળના વિભાગીય યંત્રાલય અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, રાજુલા, ઉના, કોડીનાર ડેપો ખાતે એપ્રેન્ટીસ એક્ટ-1961 અન્વયે ખાલી જગ્યા ભરવાની થાય છે.

ભરતી માટેની લાયકાત

મીકેનીક માટે ધો.10 પાસ, આઈ.ટી.આઈ ડીઝલ મીકેનીક, એમ.એમ.વી, ઇલેક્ટ્રિશીયન, ફીટર, ટર્નર ટ્રેડમાં પાસ ઉમેદવારો, કચેરી કામકાજ દરમિયાન અરજીપત્રક વિભાગીય કચેરી, લાઠી રોડ, અમરેલી ખાતેથી રુબરુમાં રુ.5 ની કિંમતે, સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા દરમિયાન મેળવી લેવાના રહેશે અને સબમિટ કરવાના રહેશે.

GSRTC-humdekhengenews

કેવી રીતે ભરતીમા ભાગ લેશો

આ ભરતીમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ https://www.apprenticeshipindia.gov.in/ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. ઉમેદવારો તા.17 મે,23 સાંજના 4 વાગ્યા સુધી અરજી કરી શકે છે. આ અંગેની વધુ માહિતી અને વિગતો માટે જી એસ આર ટી સી નિયામકની કચેરી, લાઠી રોડ, અમરેલીનો સંપર્ક કરવા વિભાગીય નિયામક, એસ.ટી.અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

આ પણ વાંચો : ઓપરેશન કાવેરી : સુદાનથી પરત ફરેલા ગુજરાતીઓનું હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે સ્વાગત કરાયું

Back to top button