ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

આ કારણે છોકરીઓ બની શકતી નથી ‘આદર્શ વહુ’

  • અમુક કારણે સાસુની સારી વહુ મેળવવાની ઇચ્છા અધુરી રહી જાય છે.
  • સાસુની ઇનસિક્યોરિટી અને ઇગોના લીધે થતી ભુલો પણ સંબંધો બગાડે છે.
  • છોકરીઓ હળીમળીને રહેવાના વિચાર સાથે જ સાસરે આવે છે, તો તેને સપોર્ટ કરવો જોઇએ. 

એ વાતમાં કોઇ શક નથી કે લગ્ન બાદ છોકરીઓ પર એક સાથે કેટલાય નવા અને નાજુક સંબંધોને સંભાળવાનો બોજ આવી જાય છે. તેમાં તમારા નવવિવાહિત જીવનને સજાવવાથી લઇને ઘરની આદર્શ વહુ અને ભાભી બનવાનું પણ સામેલ છે. આમ તો દરેક છોકરી ક્યાંક ને ક્યાંક પોતાની આ જવાબદારીઓને પુરી કરવા માટે ખુદને તૈયાર રાખે છે. તે એવું વિચારીને જ સાસરે આવે છે કે સાસરીમાં દરેક વ્યક્તિ તેને પસંદ કરશે અને તેની સાસુ તેને દિકરીની જેમ રાખશે, પરંતુ ઘણી વખત વિચારેલુ થતુ નથી.

આ કારણે છોકરીઓ બની શકતી નથી 'આદર્શ વહુ' hum dekhenge news

ઘરમાં સૌથી વધુ ઝધડા સાસુ અને વહુમાં જ થાય છે. આ કારણે સાસુની એક સારી વહુ મેળવવાની કામના અધુરી રહી જાય છે. સાસુની ઇનસિક્યોરિટી અને ઇગોના કારણે થતી ભુલો પણ તેના માટે જવાબદાર છે. સાસુ જો આવી કેટલીક ભુલો ન કરે તો બંને સંપીને રહી શકે છે.

પિયરમાં વાત કરતા રોકવી

જો કોઇ સાસુ તેની વહુને પિયરમાં વાત કરતા રોકે છે અથવા તો તે પિયરમાં વાત કરે તો મ્હેણાં ટોણાં મારે છે તો વહુ સાસુની ઇજ્જત કરી શકતી નથી.

આ કારણે છોકરીઓ બની શકતી નથી 'આદર્શ વહુ' hum dekhenge news

પતિ સાથે ખુશ જોઇને ઇર્ષા

મોટાભાગની મહિલાઓને એવો ડર રહે છે કે વહુ આવ્યા બાદ તેનો દિકરો તેનાથી દુર થઇ જશે. આવા સંજોગોમાં તે વહુ-દિકરાને સાથે ખુશ જોવે છે તો તેનો ડર વધવા લાગે છે. ઇનસિક્યોરિટીના કારણે ઘણી વખત સાસુ વહુ પર તેના દિકરાને છીનવી લીધાનો આરોપ પણ લગાવે છે. આમ થતા વહુ પોતાની સાસુને રોમાન્સની વિલન સમજવા લાગે છે અને કોઇ ઇજ્જત આપતી નથી.

માં-બાપ અંગે અપશબ્દ બોલવા

લગ્ન બાદ છોકરીએ ખુદ માટે તો ઘણા મેણાં ટોણાં સાંભળવા જ પડે છે, પરંતુ તેના માતા-પિતા માટે પણ જો ઉંધુ સીધુ બોલવામાં આવે તો છોકરીઓ સહન કરી શકતી નથી અને તે વ્યક્તિને માન આપી શકતી નથી. પોતાના માતા-પિતા અંગે સાસરીમાં કોઇ કંઇ કહે તે છોકરીઓની સહનશક્તિની બહારનું હોય છે.

આ કારણે છોકરીઓ બની શકતી નથી 'આદર્શ વહુ' hum dekhenge news

ઘરની જરૂરી બાબતોમાં સામેલ ન કરવી

એવું માનવામાં આવે છે કે સાસરુ જ છોકરીઓનું અસલી ઘર હોય છે, જે તેણે જ આગળ જતા સંભાળવાનું છે, પરંતુ જો ઘરના મુદ્દાઓમાં તેને સામેલ કરવામાં ન આવે તો તેને ખૂબ ખરાબ લાગે છે. જ્યારે સાસુ વહુથી કેટલીક બાબતોને છુપાવવા લાગે છે તો છોકરીઓ પણ સાસુને મહત્ત્વ આપવાનું બંધ કરી દે છે.

આ પણ વાંચોઃ ગૃહિણીઓ માટે રાહતના સમાચાર, ખાદ્ય તેલના ભાવમાં થયો આટલો ઘટાડો

Back to top button