અમદાવાદગુજરાતટોપ ન્યૂઝહેલ્થ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારી : ડીસાના બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે ‘રાજયોગ સપ્તાહ’ નો પ્રારંભ

Text To Speech

દેશના 7500 કેન્દ્રો પર યોગ  કાર્યક્રમ યોજાશે
ડીસા: આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઇને ડીસા બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા સાપ્તાહિક ‘રાજયોગ સપ્તાહ’નો પ્રારંભ કરાયો છે. જેમાં દરરોજ સવારે 6-00 થી 7-30 કલાક દરમિયાન યોગ ઇચ્છુક લોકો યોગમાં જોડાયા હતા.

આ અંગે બ્રહ્માકુમારીઝના મિડીયા પ્રતિનિધિ શશિકાન્ત ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયે મનમાં એક પ્રકારે ભય,  ચિંતા અને ડર વધી રહ્યો છે. ત્યારે મનોબળ ની વૃધ્ધિ માટે, મનની શાંતિ અને શક્તિ માટે સંસ્થા દ્વારા શીખવવામાં આવતા રાજયોગની અનિવાર્યતા આદમી સમજી રહ્યા છે. જેથી દેશભરમાં 7500 યોગા કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.  જ્યારે રાજયોગનું મહત્વ સમજાવતા ડીસા સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી સુરેખા બહેને જણાવ્યું કે પોતાને આત્મા નિશ્ચય કરી પિતા પરમાત્માને મનથી યાદ કરવાથી મનની સકારાત્મક શક્તિ માં વૃદ્ધિ થાય છે. જે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવાની શક્તિ પ્રદાન કરે છે. ડીસાના સેવા કેન્દ્ર પર ગુરુવાથી સવારે 8-00 થી અને 11:00 સુધી રાજયોગ ની સમજુતી પણ આપવામાં આવી રહી છે.

Back to top button