ટોપ ન્યૂઝનેશનલ

સંજય રાય ‘શેરપુરીયા’, ગુજરાતમાં ચોકીદારની નોકરીથી લઈને ઉપગ્રહ બનાવનાર !

સંજય પ્રકાશ રાય (શેરપુરીયા)ની ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (UP STF) ની ટીમ દ્વારા પોતાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓની નજીક બતાવીને લોકો સાથે પૈસાની છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. બીજેપી ચીફ જેપી નડ્ડા, આરએસએસ ચીફ મોહન ભાગવત, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને અગ્રણી ન્યૂઝ એન્કરો સાથે સંજય પ્રકાશ રાયની કેટલીક તસવીરો તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર વ્યાપકપણે શેર કરેલી છે. હાલ તેની જે ધરપકડ કરવામાં આવી છે અને જે પણ તસવીરો મીડિયા, સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી છે તે બધા જઅને જ છે. પણ આ સંજય રાયની ‘શેરપુરીયા’ બનવાની શરૂઆત ક્યાંથી થઈ તે બહુ ઓછા લોકો જાણતાં હશે.

મહાઠગ સંજય પ્રકાશ રાય દ્વારા ખાનગી ન્યૂઝ ચેનલ ABP Ganga ને આપવામાં આવેલ એક ઇંટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેને તેનું પ્રારભિક શિક્ષણ આસામમાં લીધું હતું. ત્યારબાદ આર્થિક તંગીને કારણે મેટ્રિક પછી ભણવાનું છોડી દીધું હતું. ત્યારબાદ રોજગારની શોધમાં તે આસામ ગયો, ત્યાંથી મુંબઈ અને પછી ગુજરાતના ગાંધીધામ પહોંચ્યો હતો. સંજયના કહેવા પ્રમાણે ત્યા તેને ચોકીદારની નોકરી કરી અને બાદમાં વેઇટરની નોકરી કરતો હતો, ટ્રક ડ્રાઈવરની નોકરી કરી, ગોડાઉનમાં પણ નોકરી કરી હતી. ત્યારબાદ 1997 માં પ્રધાનમંત્રી રોજગાર યોજના હેઠળ 1,00,000 લાખ રૂપિયાની રોજગાર લોન મેળવી અને ફૂટપાથ પર એક લાખ રૂપિયા લઈને પેટ્રોકેમિકલ્સનો ધંધો શરૂ કર્યો હતો. જેમાં તે રિટેલ, ટ્રેડિંગ, ઇમ્પોર્ટ અને મેન્યુફેક્સચરની શરૂઆત કરી હતી.

https://www.forbesindia.com/article/covid19-frontline-warriors/dignity-in-death-a-social-entrepreneurs-firewood-bank-is-helping-the-poor-and-marginalised-cremate-their-kin/68517/1

2012 આવતા સુધીમાં આ ઠગનુ ફોર્બ્સની અરબપતિની યાદીમાં નામ શામેલ થયું તેવું તે કહી રહ્યો છે. પણ ફોર્બ્સની કરોડપતિની યાદીમાં તેનું નામ ક્યાંય જોવા મળ્યું નથી જો કે કોરોનામાં સારી કામગીરી કરવા બદલ તેના સમાચાર ફોર્બ્સમાં ઉપલબ્ધ છે. જે કંપની દ્વારા તેને ધંધો શરૂ કર્યો તે કંપનીનું નામ કંડલા એનર્જી એન્ડ કેમિકલ લિમિટેડ(મીઠાખળી, અમદાવાદ) છે. 2021 માં આ ઠગની કંપની Shell, Exxon, Mobil અને Reliance પછી 5 મી સૌથી મોટી કંપની બની હતી. 2012 માં ગુજરાત સરકાર દ્વારા આ ઠગને MSME અંતર્ગત રતન તાતાના હસ્તે એવાર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનસિંઘ દ્વારા પણ આ ઠગને આ કેટેગરીમાં એવાર્ડ આપવામાં આવ્યો હતો. ઠગના જણાવ્યા પ્રમાણે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ સાથે પણ તેને ભોજન કર્યું હોવાની વાત આ ઇન્ટરવ્યૂમાં કહેવામાં આવી છે.  2014 માં ઠગ સંજયને માથે કરોડોનું દેવુ થઈ ગયું હતું. આટલા કરોડોનું દેવુ થવા છતાં માત્ર ત્રણ વર્ષમાં ઠગ ફરીથી કરોડપતિ થઈ ગયો. 2021 માં UN sustainable devlopment goals નો બ્રાન્ડ ઍમ્બેસેડર બનાવવામાં આવ્યો હતો. તેની તસવીરો તેના સોશિયલ મીડિયામાં હતી જે હાલ ડિલીટ કરવામાં આવી છે, અને કેટલાક મીડિયામાં પણ તેના આ સમાચારને સ્થાન આપવામાં આવ્યું છે.

જૂન 2022 માં દૈનિક ભાસ્કર અને નવભારત ટાઈમ્સમાં લખાયેલ સમાચાર મુજબ ઠગ સંજયે તે સમયે ઉપગ્રહ નિર્માણ ક્ષેત્રમાં નવી શરૂઆત કરી હતી. આ લેખ ત્યારે લખાયેલ છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોપલ ખાતે ISROના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રમુખ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. હાલ આ ઠગની ધરપકડને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે ત્યારે હવે આગામી સમયમાં ઠગ પર કેવી કાર્યવાહી થાય છે તે પણ જોવું રહ્યું. સંજય - Humdekhengenewsઠગ શેરપુરીયા અને મંત્રી પુરષોત્તમ રૂપાલાએ સાથે બેસીને પ્રધાનમંત્રીની મન કી બાત કાર્યક્રમ સાથે નિહાળ્યો હતો તેવી તસવીર પણ ઠગે તેના સોશિયલ મીડિયામાં શેર કરેલી છે.સંજય - Humdekhengenewsગ સંજયના પિતાનું અવસાન થયું ત્યારે ભાજપના નેતાઓ તેમણે શ્રદ્ધાંજલિ આપવા ઠગ શેરપુરીયાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા જેની તસવીરો શેરપુરીયાએ તેના સોશિયલ મીડિયામાં શેર કરી હતી.સંજય - Humdekhengenewsઠગ સંજય શેરપુરીયાની અઢળક તસવીરો ભાજપના મોટા નેતાઓ અને મંત્રીઓ સાથે તેના સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે. ઠગ લોકો માટે ગુજરાત સ્ટાર્ટ અપ હોય તેવું લાગી રહ્યું છે. પેપરલીક કાંડના માસ્ટરોથી લઈ ધંધા રોજગારના નામે કરોડોનો ચૂનો લગાવનાર તમામ કૌભાંડીઓ માટે ગુજરાત AP સેન્ટર રહ્યું છે ત્યારે આવા લોકોને કોણ રાજકીય પીઠબળ આપે છે તે સૌથી મોટો પ્રશ્ન છે.

Back to top button