અમદાવાદગુજરાત

બનાસકાંઠાના ત્રણ નાયબ મામલતદારની બદલી અને મામલતદાર તરીકે અપાયુ પ્રમોશન

Text To Speech

પાલનપુર: ગુજરાત સરકાર મહેસુલ વિભાગના તાબા હેઠળ ફરજ બજાવતા મામલતદાર કક્ષાના 110 અધિકારીઓની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. જ્યારે વર્ગ-૩માં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ચાલીસ જેટલા નાયબ મામલતદારને  મામલતદાર તરીકે પ્રમોશન આપીને તેમને બઢતી  સાથે બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના ત્રણ મામલતદારની બદલી કરવામાં આવી છે. જ્યારે ત્રણ નાયબ મામલતદારને પ્રમોશન આપીને તેમની મામલતદાર તરીકે બઢતી સાથે બદલીનો આદેશ કરવામાં આવ્યો છે.

જેમાં પાલનપુરમાં કલેકટર કચેરીમાં ચિટનીશ તરીકે ફરજ બજાવતા ડી. આર. સંગાડાને મહિસાગર મામલતદાર તરીકે, જ્યારે કાંકરેજ મામલતદાર તરીકે ફરજ બજાવતા શ્રીમતી એમ. ટી. રાજપૂતને ઝોનલ ટ્રેનિંગ સેન્ટર, સ્પીપા, મહેસાણા ખાતે, પાલનપુર  મામલતદાર કે. પી. ચૌધરીને વિજિલન્સ સેલ ગાંધીનગર ખાતે મુકવામાં આવ્યા છે. જયારે પાલનપુર નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ફિરોઝ મોહમ્મદ એમ. બાગવાનને મહિસાગર (ચૂંટણી વિભાગ)માં મૂકવામાં આવ્યા છે. તેમજ કુમારી ભગવતીબેન ચાવડાને સ્પીપા, અમદાવાદ અને કુમારી કલ્પનાબેન એસ. ગોંદીયાને કચ્છ ના ભુજ (શહેર) ના મામલતદાર તરીકે પ્રમોશન સાથે બદલીના આદેશ કરવામાં આવ્યા છે.

 

Back to top button