આગામી 3 દિવસ ગુજરાત પર ભારે ! રાજ્યમાં ફરી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
- ભરઉનાળે કમોસમી વરસાદની આગાહી
- આગામી ત્રણ દિવસ ગુજરાતના માથે માવઠાની મુસીબત
- આજે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
રાજ્યમાં ભરઉનાળે અષાઢી માહોલ જામ્યો હોય તેમ વરસાદ વરસી રહ્યો છે. એક તરફ આકરી ગરમી પડી રહી છે. તો બીજી તરફ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભર ઉનાળે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ફરી 3 દિવસ વરસાદની શક્યતા છે.
આગામી 3 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસવ વરસાદની આગાહી કરવામા આવી છે.જેમાં આજે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે .આજે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, તાપી, રાજકોટ અને અમરેલીમાં વરસાદ વરસી શકે છે.
29 એપ્રિલે આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 29મીએ અમદાવાદ, ગાંધીનગર સહિત કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરતમાં હળવાથી મધ્યમ કે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે.
30 એપ્રિલે આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
30મી એપ્રિલે રાજ્યના કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, નર્મદા, તાપી, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, અને ડાંગમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામા આવી છે.
ખેડૂતોમાં ચિંતાનો માહોલ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આ માહોલ આગામી પાંચ દિવસ સુધી રહેશે. આ દરમિયાન ત્રણ દિવસમાં 3 ડિગ્રી ઓછું તાપમાન થશે. હવામાન વિભાગની આ પ્રકારની આગાહીના કારણે હાલ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.
આ પણ વાંચો : પાલનપુર : ડીસામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો