ટ્રેન્ડિંગમનોરંજન

સામંથાને ઓક્સિજન માસ્કમાં જોઈ ફેન્સની વધી ચિંતા, સોશિયલ મીડિયામાં તસવીર વાયરલ

Text To Speech

સામંથા રૂથ પ્રભુની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. જેમાં સામંથા ચહેરા પર ઓક્સિજન માસ્ક પહેરેલી જોવા મળે છે. સામંથા રૂથ પ્રભુનો આ ફોટો જોઈને તેના ફેન્સની ચિંતા વધી ગઈ છે.

સામંથા રૂથ પ્રભુએ ઓક્સિજન માસ્ક કેમ પહેર્યુ?

સામંથા રૂથ પ્રભુએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર થ્રોબેક તસવીરો શેર કરી. આ પોસ્ટમાં તમે જોઈ શકો છો કે સામંથાની ઘણી અલગ-અલગ તસવીરો સામેલ છે. જેમાં કદાચ તેના કિશોરવયના ફોટા, પછી ડોગીની, જીમમાં કસરત કરતી વખતે અને ઘોડેસવારી દરમિયાનની તસવીરો છે. પરંતુ આ તમામ ફોટોમાંથી સૌથી વધુ ધ્યાન સમંથા રૂથ પ્રભુના ફોટાએ ખેંચ્યું છે, જેમાં તે ચહેરા પર ઓક્સિજન માસ્ક પહેરેલી જોવા મળી રહી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

સામંથા રૂથ પ્રભુએ આ ઓક્સિજન માસ્કનો ઉપયોગ ઓટોઇમ્યુન માટે હાઇપરબેરિક થેરાપી માટે કર્યો છે. સામંથા રૂથ પ્રભુનો આ ફોટો જોયા બાદ અભિનેત્રીના ચાહકો ચિંતિત થઈ ગયા છે અને અભિનેત્રી વિશે પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સામંથાના ફોટોએ ફેન્સની ચિંતા વધારી

ઓક્સિજન માસ્ક સાથે સામંથા રૂથ પ્રભુનો આ ફોટો જોઈને ચાહકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. સામંથાના આ ફોટા પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે કે- સ્ટે સ્ટ્રોંગ સેમ. અન્ય યુઝરે લખ્યું છે કે- વધુ સ્ટ્રોંગ બનો સ્વીટ હાર્ટ. અન્ય એક યુઝરે લખ્યું છે કે- એમાં કોઈ શંકા નથી કે તમે મેન્ટલી ખૂબ જ સ્ટ્રોંગ છો.

instagram reply

Back to top button