ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ-હરિદ્વાર ટ્રેનને આ શહેર સુધી લંબાવવાનો રેલવેએ નિર્ણય કર્યો

Text To Speech
  • ભાવનગર-હરિદ્વાર ટ્રેનમાં કુલ 24 કોચ રહેશે
  • મેના પ્રથમ સપ્તાહમાં ભાવનગર હરિદ્વાર ટ્રેન ચાલુ થશે
  • પ્રાયોગિક ધોરણે 14 ટ્રીપને મંજૂરી આપવામાં આવી

અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટને લીધે અમદાવાદ-હરિદ્વાર ટ્રેનને ભાવનગર સુધી લંબાવવા માટેનો વેસ્ટર્ન રેલવેએ નિર્ણય કર્યો છે. વેસ્ટર્ન રેલવે આ નિર્ણયને પગલે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ભાવનગર-હરિદ્વાર ટ્રેન ચાલુ થવાના અણસાર સાંપડી રહ્યા છે. જોકે વેસ્ટર્ન રેલવે દ્વારા ટ્રેન દોડવવા અંગેની નિશ્ચિત તારીખ અંગે કોઈ ફોડ પાડયો નથી. માત્ર ભાવનગર-હરિદ્વાર વચ્ચે ટ્રેન દોડવવા માટેની એક રૂપરેખા તૈયાર કરી છે.

આ પણ વાંચો: ગુજરાત: ખાણ-ખનિજ માફિયાઓ પર તંત્રએ કરી લાલ આંખ 

ભાવનગર-હરિદ્વાર વચ્ચે ટ્રેન ચાલુ કરવા માટેની એક રૂપરેખા તૈયાર

આ અંગે રેલવેના સુમાહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશનના રિ-ડેવપલમેન્ટને લીધે ટ્રાફિક ઓછો કરવાના આશયથી અમદાવાદ-હરિદ્વાર ટ્રેનને ભાવનગર સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયને પગલે વેસ્ટર્ન રેલવે દ્વારા ભાવનગર-હરિદ્વાર વચ્ચે ટ્રેન ચાલુ કરવા માટેની એક રૂપરેખા તૈયાર કરી છે. અલબત્ત કઈ તારીખે ટ્રેન ચાલુ થશે તે અંગે કશો જ ફોડ પાડયો નથી.

આ પણ વાંચો: IMD અનુસાર દેશના કોઈપણ ભાગમાં હીટ વેવની કોઈ શક્યતા નથી

ભાવનગર-હરિદ્વાર ટ્રેનમાં કુલ 24 કોચ રહેશે

જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર, સંભવત : મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ટ્રેન ચાલુ થઈ શકે છે. ભાવનગર-હરિદ્વાર ટ્રેનમાં કુલ 24 કોચ રહેશે. અંદાજિત આયોજન અનુસાર, સંભવત: શુક્રવારના સવારના 6-55 કલાકે ભાવનગરથી ટ્રેન ઉપડશે. આ ટ્રેન શનિવારના સવારના 8-30 કલાકે હરિદ્વાર પહોચશે તેવુ આયોજન ઘડાયુ છે. આ ટ્રેન મહેસાણા, આબુરોડ, અલવર, નવી દિલ્હી થઈને હરિદ્વાર પહોચશે. ટ્રેન દોડાવવા અંગેનુ આ અંદાજિત આયોજન છે. આખરી નિર્ણય વેસ્ટર્ન રેલવે કરશે.

Back to top button