ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મલ્લિકાર્જુન ખડગેએ ઝેરી સાપના નિવેદનને લઈ કરી સ્પષ્ટતા, ‘તે PM મોદી માટે નહોતું’

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ‘ઝેરી સાપ’ના નિવેદન પર સ્પષ્ટીકરણ આપ્યું છે. તેમણે કલબુર્ગીમાં રેલી દરમિયાન કહ્યું કે PM મોદી એક ઝેરીલા સાપ જેવા છે, તમે વિચારશો કે તે ઝેર છે કે નહીં, જો તમે તેનો સ્વાદ ચાખશો તો તમે મરી જશો. હવે તેમણે આખુ નિવેદન ફેરવી તોળ્યું છે અને કહ્યું કે હું અંગત ટિપ્પણી કરતો નથી, મેં ભાજપને સાપની જેમ કહ્યો. મારું નિવેદન તેમની વિચારધારાના સંદર્ભમાં હતું.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે આ નિવેદન પીએમ મોદી માટે નથી, મારો મતલબ હતો કે ભાજપની વિચારધારા ‘સાપ જેવી’ છે. મેં પીએમ મોદી માટે અંગત રીતે આવું ક્યારેય નથી કહ્યું, મેં કહ્યું કે તેમની વિચારધારા સાપ જેવી છે અને જો તમે તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કરશો તો તમારું મૃત્યુ નિશ્ચિત છે.

મલ્લિકાર્જુન ખડગેએ સ્પષ્ટતા કરી હતી

ખડગેએ કહ્યું કે મેં પીએમ મોદી અને RSSની વિચારધારા વિશે કંઈક કહ્યું, મારો મત તેમની વિચારધારા વિશે છે. ભાજપની વિચારધારા વિભાજનકારી, પ્રતિકૂળ અને ગરીબો અને દલિતો પ્રત્યે નફરત અને પૂર્વગ્રહથી ભરેલી છે. મેં આ નફરત અને દ્વેષના રાજકારણની ચર્ચા કરી. મારું નિવેદન ન તો વ્યક્તિગત રીતે PM મોદી માટે હતું કે ન તો કોઈ અન્ય વ્યક્તિ માટે. તે જે વિચારધારાનું પ્રતિનિધિત્વ કરે છે તેના માટે હતું.

“પીએમ સાથે કોઈ વ્યક્તિગત લડાઈ નથી, આ એક વૈચારિક લડાઈ છે”

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે PM મોદી સાથેની અમારી લડાઈ કોઈ વ્યક્તિગત લડાઈ નથી, આ એક વૈચારિક લડાઈ છે. કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો મારો આશય નહોતો અને જાણ્યે-અજાણ્યે કોઈની લાગણી દુભાય તો એ મારો ઈરાદો ક્યારેય નહોતો કે મારી લાંબી રાજકીય કારકિર્દીનું વર્તન પણ નથી. મેં હંમેશા મિત્રો અને વિરોધીઓ પ્રત્યે રાજકીય શુદ્ધતાના ધોરણો અને પરંપરાઓનું પાલન કર્યું છે અને મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી કરીશ. હું ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકોની જેમ લોકો અને તેમની સમસ્યાઓની મજાક ઉડાવતો નથી કારણકે મેં ગરીબ અને દલિત લોકોના દુઃખ અને વેદના જોયા છે અને સહન કર્યા છે.

ભાજપના નેતાઓએ હુમલા શરૂ કર્યા

મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદન બાદ ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર પ્રહારો શરૂ કર્યા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગેને પાર્ટી અધ્યક્ષ બનાવ્યા, પરંતુ તેમને કોઈ માનતું નથી, તેથી તેમણે એવું નિવેદન આપવાનું વિચાર્યું જે સોનિયા ગાંધીના નિવેદન કરતા પણ ખરાબ છે. કોંગ્રેસે દેશની માફી માંગવી જોઈએ.

“કોંગ્રેસ પ્રમુખના મનમાં ઝેર છે”

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કહ્યું કે ખડગેજીના મનમાં ઝેર છે. તેઓ પીએમ મોદી અને ભાજપ પ્રત્યે પૂર્વગ્રહ ધરાવે છે. આ પ્રકારની વિચારસરણી નિરાશામાંથી બહાર આવે છે કારણકે તેઓ તેમની સાથે રાજકીય રીતે લડવામાં અસમર્થ હોય છે અને તેઓ તેમના વહાણને ડૂબતું જોતા હોય છે.

“દેશની માફી માગો”

ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેએ કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અધ્યક્ષ છે, તેઓ દુનિયાને શું કહેવા માંગે છે? પીએમ નરેન્દ્ર મોદી આપણા દેશના પીએમ છે અને સમગ્ર વિશ્વ તેમનું સન્માન કરે છે. પીએમ માટે આવી ભાષા વાપરવી એ દર્શાવે છે કે કોંગ્રેસ કયા સ્તરે ઝૂકી ગઈ છે. અમે ઈચ્છીએ છીએ કે ખડગે દેશની માફી માગે.

Back to top button