ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

દેશમાં 157 નવી નર્સિંગ કોલેજો સ્થપાશે, કેન્દ્રએ મારી મંજૂરીની મહોર, ગુજરાતમાં આટલી બનશે

Text To Speech
  • દેશમાં 157 નવી નર્સિંગ કોલેજો બનાવવાની મંજૂરી
  • 15,700 નર્સિંગ સ્નાતકોનો ઉમેરો થશે
  • ગુજરાતમાં પાંચ નવીન નર્સિંગ કૉલેજ સ્થપાશે

કેન્દ્રીય કેબિનેટે દેશમાં 157 નવી નર્સિંગ કોલેજો બનાવવાની મંજૂરી આજે આપી દીધી છે. જે અંતર્ગત ગુજરાતમાં 5 નવી નર્સિંગ કોલેજ બનાવવામા આવશે.આજે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતા મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમા આ નવી નર્સિંગ કોલેજને મંજૂરી આપવામાં આવી હતી.

નવી નર્સિંગ કોલેજ-humdekhengenews

દેશભરમાં 157 નવીન નર્સિંગ કૉલેજ બનશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં દેશભરમાં નવીન 157 નર્સિંગ કૉલેજ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતુ કે,દેશભરમાં 1570 કરોડના ખર્ચે આ નવિન મેડિકલ કૉલેજ બનાવવામા આવશે. જે અંતર્ગત 15,700 નર્સિંગ સ્નાતકોનો ઉમેરો થશે. જેમાં ગુજરાતને પણ નવીન પાંચ નર્સિંગ કૉલેજની ભેટ મળી છે.

ગુજરાતને પાંચ નર્સિંગ કૉલેજની ભેટ

ઋષિકેશ પટેલે માહીતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં પાંચ નવીન નર્સિંગ કૉલેજ સ્થપવા માટે મંજૂરી આપવામા આવી છે. જેમાં નવસારી, પોરબંદર, ગોધરા,રાજપીપળા અને મોરબી GMERS મેડિકલ કૉલેજ કેમ્પસમાં આ નવીન પાંચ નર્સિંગ કૉલેજની સ્થાપના કરવામા આવશે. પ્રત્યેક નર્સિંગ કૉલેજમાં B.Sc એસ. નર્સિંગની 100 બેઠકો ઉપલબ્ધ બનતા રાજ્યમાં કુલ 500 નર્સિંગની બેઠકોમાં વધારો થશે. અને નર્સિંગ કૉલેજની સ્થાપના માટે અંદાજીત રૂ. 10 કરોડની ફાળવણી રાજ્ય સરકારને આપવામા આવી હોવાનું પ્રવક્તા મંત્રીએ જણાવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે આ નવી પાંચ નર્સિંગ કૉલેજનો ઉમેરો થતા રાજ્યની આરોગ્ય શિક્ષણ અને સારવાર સંલગ્ય વ્યવસ્થાઓ સુદ્રઢ બનશે. મહત્વનું છે કે હાલ રાજ્યમાં 8 સરકારી નર્સિંગ કૉલેજમાં B.Sc નર્સિંગ ની 440 જેટલી બેઠકો કાર્યરત છે.

 આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 મેના રોજ આવશે માદરે વતન, આ ખાસ કાર્યક્રમમાં આપશે હાજરી

Back to top button