ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

શું તમે પણ ફ્રુટ્સ સાથે મીઠુ અને ચાટ મસાલો ખાવ છો? તો ચેતી જજો

Text To Speech
  • ફળો પર મીઠુ કે મસાલો નાંખતા પહેલા આ વાંચો.
  • એકસ્ટ્રા સોડિયમ એડ કરવાની જરૂર નથી. 
  • તમે ફ્રુટ્સ પર ખાંડ નાંખો ત્યારે કેલરી ઇનટેક વધે છે. 

સફરજન હોય કે કેળા, તરબૂચ હોય કે ટેટી, ઘણા લોકોને ફ્રુટ્સ પર મીઠુ , લીંબુ કે ચાટ મસાલો નાંખવાની આદત હોય છે. શું તમે જાણો છો આમ કરવાથી આરોગ્ય પર તેની શું અસર પડે છે. જો તમે ફળ ઉપર મીઠુ કે મરચુ લગાવીને ખાવાનું પસંદ કરો છો તો ન્યુટ્રિશનને ભુલી જજો. ફળોને આ પ્રકારે ખાવાથી શરીરને કોઇ પણ પ્રકારના પોષકતત્વો મળતા નથી.

શું તમે પણ ફ્રુટ્સ સાથે મીઠુ અને ચાટ મસાલો ખાવ છો? તો ચેતી જજો hum dekhenge news

કેમ ન ભેળવવુ જોઇએ મીઠુ?

ફળ ઉપર મીઠુ ભેળવવાથી તે સોફ્ટ બની જાય છે અને તેમાંથી પાણી નીકળવા લાગે છે. ફળોમાંથી નીકળેલુ પાણી તેમાં રહેલા મિનરલ્સને બહાર કાઢી દે છે. આવા સંજોગોમાં આ ફળ કોઇ કામના રહેતા નથી.

વજન વધવુ

હેલ્ધી રહેવા માટે આપણે ફ્રુટ્સ ખાઇએ છીએ, પરંતુ જ્યારે તમે તેમાં મીઠુ કે ખાંડ મિક્સ કરો છો તો તમારો કેલરી ઇનટેક વધી જાય છે. ફળોમાં પહેલેથી સોડિયમ અને ગ્લુકોઝ, ફ્રકટોઝ હોય છે. તમે તેમાં મીઠુ કે ખાંડ મિક્સ કરો છો તો આ બધી માત્રા વધી જાય છે અને નક્કી કરેલી કેલરી કરતા વધુ તમે ખાઇ લો છો. આવા સંજોગોમાં વજન વધવાનો ખતરો રહે છે.

શું તમે પણ ફ્રુટ્સ સાથે મીઠુ અને ચાટ મસાલો ખાવ છો? તો ચેતી જજો hum dekhenge news

કિડનીને કરે છે પ્રભાવિત

જો તમને કિડનીનો પ્રોબલેમ હોય તો મીઠુ ભેળવેલા ફળો ખાવાથી નુકશાન થઇ શકે છે. મીઠુ ભેળવવાથી ફળોમાં બિનજરૂરી સોડિયમ એડ થાય છે, જેને કિડની ડ્રેન કરી શકતી નથી, તેથી ફળોને મીઠા વગર ખાવા ફાયદાકારક છે.

બ્લોટિંગની ફરિયાદ થઇ શકે

ફળોમાં મીઠુ અને મસાલા મિક્સ કરીને ખાવાથી પેટ ફુલી જાય છે અને આખો દિવસ ભારે ભારે લાગે છે. તેનું કારણ છે ખરાબ પીએચ બેલેન્સ અને વોટર રિટેન્શન.

આ પણ વાંચોઃ હેલ્ધી લાઇફ જીવવા માટે દરેક વ્યક્તિ ખાસ કરાવે આ ટેસ્ટ

Back to top button