ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના એસડીએયૂ રૂરલ બિઝનેસ ઇન્કયૂબેશન સેન્ટરની મુલાકાત લેતાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ

Text To Speech

પાલનપુર : સૌરાષ્ટ્રના સોમનાથ ખાતે ચાલી રહેલ ગુજરાત અને તમિલનાડુ સરકાર દ્વારા સહ-આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમના કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને નાબાર્ડના સંયુક્ત ઉપક્રમે સ્થપાયેલ એસડીએયૂ રૂરલ બિઝનેસ ઇન્કયૂબેશન સેન્ટરની કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને ભાવનગરના યુવરાજ જયવીરરાજ સિંહજી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.

જે દરમિયાન પ્રતિનિધિઓ દ્વારા ઇન્કયુબેટીઝ અને સ્ટાર્ટ અપ્સ વિશે મંત્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા.

ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રોમાં વિકાસ અર્થે કાર્યરત તેમજ નાબાર્ડ પુરસ્કૃત ઇન્કયૂબેશન સેન્ટર સમગ્ર ગુજરાત અને પશ્ચિમ ભારતનું આ પ્રકારનું પ્રથમ કેન્દ્ર છે.

મંત્રી દ્વારા ઇન્કયુબેટીઝ અને તેમના નવીન ઈનોવેટીવ સાહસને બિરદાવવામાં આવ્યા હતા. તથા તેમની કામગીરીની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવામાં આવી હતી.

તેમજ ભવિષ્યમાં પણ નાબાર્ડ પુરસ્કૃત એસડીએયુ રૂરલ બિઝનેસ ઇન્કયૂબેશન સેન્ટર પોતાના ઇન્કયુબેટીઝ અને સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહન આપતું રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પણ વાંચો : બનાસકાંઠા : જલગાંવ થી ટ્રકમાં ડુંગળીની આડમાં રાજસ્થાન લઈ જવાતો રૂ. 79 લાખનો પોષડોડાનો જથ્થો ઝડપાયો

Back to top button