પાકિસ્તાનમાં હાલ ભારે આંદોલન ચાલી રહ્યું છે. ખાસ કરીને PoKમાં. આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાની લોકોમાં ચર્ચા છે કે ભારત ફરીથી કંઈક મોટું કરવા જઈ રહ્યું છે. 20 એપ્રિલે પૂંછમાં જવાનો પર થયેલા આતંકવાદી હુમલા બાદ તેને લઈને વિવિધ અટકળો થઈ રહી છે. ભારતમાં પાકિસ્તાનના રાજદૂત રહી ચૂકેલા અબ્દુલ બાસિતે તો ત્યાં સુધી કહ્યું છે કે ભારત ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે. જો કે, બાસિતે એમ પણ કહ્યું છે કે G20 સમિટને ધ્યાનમાં રાખીને ભારત અત્યારે આવું પગલું નહીં ભરે.આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું ભારત ખરેખર ફરી પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરવા જઈ રહ્યું છે ? પાકિસ્તાન કેમ ડરે છે ? ભારતમાં પાકિસ્તાનના રાજદૂત અબ્દુલ બાસિત આવો દાવો કેમ કરી રહ્યા છે ? અબ્દુલ બાસિતે કહ્યું, પૂંછમાં ભારતીય સૈનિકો પર હુમલો કરવામાં આવ્યો ત્યારથી પાકિસ્તાનમાં ચર્ચા છે કે ભારત ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે. તે હવાઈ હુમલો પણ હોઈ શકે છે. જો કે, મને એમ પણ લાગે છે કે G20 સમિટ ભારતમાં યોજાવા જઈ રહી છે અને ભારત G20ની અધ્યક્ષતા પણ કરી રહ્યું છે, તો શું તે આવી સ્થિતિમાં આવું કોઈ પગલું ભરશે ? આવતા વર્ષે ભારતમાં ચૂંટણી છે અને પછી આવા હુમલાનું જોખમ ઘણું વધારે હશે. ભારતમાં સામાન્ય ચૂંટણી પહેલા પાકિસ્તાન પર હુમલો થઈ શકે છે.
આ પણ વાંચો : PM મોદી ઝેરીલા સાપ જેવા…’, કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન
20 એપ્રિલના રોજ, આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં ભારતીય સેનાની ટ્રકને સ્ટિકી બોમ્બથી નિશાન બનાવી હતી. આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા. આ સૈનિકો રોજા ઈફ્તાર માટે ખાદ્યપદાર્થો લઈ જઈ રહ્યા હતા. હુમલા બાદ સેનાએ પૂંછના ગાઢ જંગલમાં મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. હવે પાકિસ્તાનને લાગે છે કે ભારત તેનો બદલો સર્જિકલ સ્ટ્રાઈકના રૂપમાં લઈ શકે છે. આ જ કારણ છે કે સમગ્ર પાકિસ્તાનમાં આ અંગેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.