ગુજરાતટોપ ન્યૂઝ

8 લાખથી પણ વધુ ઉમેદવારો આપશે તલાટીની પરીક્ષા, તંત્રએ કરી છે ખાસ તૈયારી

  • તલાટીની 3437 જગ્યાઓ પર 8 લાખથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
  • પરીક્ષા બોર્ડ દ્વારા ખાસસ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર તૈયાર
  • તલાટીની પરિક્ષા માટે વિવધ અધિકારીઓને સોંપાઈ જવાબદારી

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 7 મે ના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાનાર છે. આ પરિક્ષા માટેના કોલ લેટર આજથી ડાઉનલોડ કરવાના શરુ થઈ ગયા છે. તલાટી કમ મંત્રીની 3437 જગ્યાઓ પર 8 લાખ 64 હજાર 400 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. ત્યારે આ પરિક્ષા માટે તંત્રએ જડબેસલાક તૈયારીઓ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પરિક્ષાને લઈને તંત્રની જડબેસલાક તૈયારી

પર્ધાત્મક પરિક્ષાઓમાં પેપર લીક થવાની ઘટનાઓ કે ખામીઓ સર્જાવાની અવારનવાર બનતી ઘટનાઓને પગલે તંત્ર આ વખતે ખાસ તકેદારી રાખી છે. અને આગામી 7મી મેના રોજ લેવાનારી તલાટીની પરીક્ષાને લઈને પરીક્ષા તંત્ર સજ્જ બન્યુ છે. અને આ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ખામી ન સર્જાય અને કોઈ અવ્યવસ્થા ન રહે અને સુવ્યવસ્થિત રીતે પરીક્ષા લેવાય તે માટે તંત્રએ ખાસ તૈયારીઓ કરી છે. તલાટી પરિક્ષા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખાસ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર (એસઓપી) તૈયાર કરવામાં આવી છે.

ગૌણ સેવા પસંદગી મંડળ-humdekhengenews

પરીક્ષા માટે ખાસ સમિતીની રચના

તલાટીની લેખીત પરીક્ષા માટે સ્ટ્રોંગ રુમથી માંડીને પરીક્ષા ખંડ સુધી તંત્રએ જડબેસલાક તૈયારી કરી છે. 7 મેના રોજ તલાટીની લેખિત પરિક્ષા રાજ્યના 30 જિલ્લાઓમાં લેવાવાની છે. ત્યારે આ પરીક્ષા માટે ખાસ સમિતીની રચના કરવામા આવી છે. જેના અધ્યક્ષ જે તે જિલ્લાના કલેક્ટર રહેશે. તેમજ જિલ્લા વિકાસ અધિકારી સભ્ય અને ચીફ જિલ્લા કો-ઓર્ડિનેટર તરીકે કામગીરી કરશે. આ પરિક્ષા સમિતીને રાજ્યકક્ષાના સ્ટ્રોંગરુમથી જ્યારે સીલબંધ ખાનગી મટિરિયલ જિલ્લા કક્ષાના સ્ટ્રોંગરુમમાં આવે ત્યાથી લઈને પરીક્ષા ખંડ સુધી તેમજ પરીક્ષા પૂર્ણ થયા બાદ સ્ટ્રોંગરુમ માટે રવાના કરતા સમયે હાજર રહેવા આદેશ કરાયો છે. તેમજ જિલ્લામાં એક કરતા વધુ સ્ટ્રોંગ રુમ હોય ત્યાં પરીક્ષા સમિતિના અધ્યક્ષ અલગ અલગ સ્ટ્રોંગરુમ પર કોણ જવાબદારી સંભાળશે તેનો લેખિત હુકમ આપવાનો રહેશે.

આ અધિકારીઓને માથે હશે સંપૂર્ણ જવાબદારી

તલાટીની આ પરીક્ષાના સંપુર્ણ આયોજન માટે વ્યવસ્થા અને સંચાલન માટે જે તે જિલ્લાના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, તેમજ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જિલ્લાના શહેરી વિસ્તાર માટે પોલીસ કમિશનર સંયુક્ત રીતે જવાબદાર રહેશે તેમ જણાવવામા આવ્યું છે.

 આ પણ વાંચો : સુરતમાં કેરીના રસમાં ભેળસેળ ? આરોગ્ય વિભાગે રસ ઉત્પાદકોને ત્યાં પાડ્યા દરોડા

Back to top button