ટ્રેન્ડિંગધર્મ

બદરીનાથધામ ક્યારેક હતુ ભગવાન શિવનું નિવાસ સ્થાનઃ જાણો રોચક વાતો

Text To Speech
  • બદરીનાથ મંદિર ભગવાન વિષ્ણુના રૂપ બદરીનાથને સમર્પિત છે.
  • અલકનંદા નદીના કિનારે ઉત્તરાખંડ રાજ્યમાં બદરીનાથ ધામ સ્થિત છે.
  • જે વ્યક્તિ એક વખત બદરીનાથ ધામના દર્શન કરી લે છે તેનો મોક્ષ થાય છે.

ગુરૂવારે સવારે 7.10 વાગ્યે બદ્રીનાથધામના કપાટ વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્યા. આ અવસરે ભારતના અલગ અલગ ક્ષેત્રોમાંથી આવેલા શ્રદ્ધાળુઓ ભગવાનની એક ઝલક મેળવવા માટે પડાપડી કરી રહ્યા હતા. બદરીનાથ મંદિર ભગવાન વિષ્ણુના રૂપ બદરીનાથને સમર્પિત છે. તેને બદરીનારાયણ મંદિર પણ કહેવાય છે. અલકનંદા નદીના કિનારે ઉત્તરાખંડ રાજ્યમાં બદરીનાથ ધામ સ્થિત છે. આ ધામ અંગે એવુ કહેવાય છે કે જે વ્યક્તિ એક વખત બદરીનાથધામના દર્શન કરી લે છે, તેણે ફરી માનવયોનિમાં પ્રવેશ કરવો પડતો નથી અને તેનો મોક્ષ થઇ જાય છે. એવુ કહેવાય છે કે દરેક વ્યક્તિએ જીવનમાં એક વખત બદરીનાથના દર્શન અવશ્ય કરવા જોઇએ.

બદરીનાથધામઃ ક્યારેક ભગવાન શિવનું હતુ નિવાસ સ્થાનઃ જાણો રોચક વાતો hum dekhenge news

ભગવાન શિવ પાસે માંગ્યુ હતુ નિવાસ

શાસ્ત્રોમાં બદરીનાથને બીજુ વૈકુંઠ ગણાવાયુ છે. એક વૈકુંઠ ક્ષીર સાગર છે, જ્યાં ભગવાન વિષ્ણુ નિવાસ કરે છે. બીજુ ભગવાન વિષ્ણુનુ નિવાસ બદરીનાથ છે. આ ધામ અંગે એવુ કહેવાય છે કે તે ક્યારેક ભગવાન શિવનું નિવાસસ્થાન હતુ, પરંતુ ભગવાન વિષ્ણુએ તેને શિવજી પાસેથી માંગી લીધુ હતુ.

બદરીનાથધામઃ ક્યારેક ભગવાન શિવનું હતુ નિવાસ સ્થાનઃ જાણો રોચક વાતો hum dekhenge news

આ તીર્થનું નામ બદરીનાથ કેવી રીતે પડ્યુ?

એવું કહેવયા છે કે એક વખત માં લક્ષ્મી જ્યારે ભગવાન વિષ્ણુથી રિસાઇને પિયર ચાલ્યા ગયા ત્યારે ભગવાન વિષ્ણુ અહીં આવીને તપસ્યા કરવા લાગ્યા. જ્યારે માતા લક્ષ્મીની નારાજગી ખતમ થઇ ત્યારે તેઓ ભગવાન વિષ્ણુને શોધતા અહીં આવ્યા. આ સમયે આ સ્થાન પર બદરીનું વન હતુ. બદરીના વનમાં બેસીને ભગવાન વિષ્ણુએ તપસ્યા કરી હતી, તેથી માં લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને બદરીનાથ નામ આપ્યુ.

બે પર્વતની વચ્ચે છે બદરીનાથ

બદરીનાથધામ બે પર્વતોની વચ્ચે વસેલુ છે. આ પર્વતોને નર નારાયણ પર્વત કહેવાય છે. અહીં ભગવાન વિષ્ણુના અંશ નર અને નારાયણે તપસ્યા કરી હતી. નર પોતાના આગામી જન્મમાં અર્જુન અને નારાયણ શ્રીકૃષ્ણના રૂપમાં જન્મ્યા.

આ પણ વાંચોઃ આ ઉપાયથી ઘરે જાતે જ કરી શકો છો શરીરને ડિટોક્સ

Back to top button